રક્ષાબંધના દિવસે એક્સ્ટ્રા બસો મૂકવામાં નહિ આવે

ગાંધીનગર,

રાજ્યમાં કોરોનાની વકરતી સ્થિતિને જોઈને આ વર્ષે રાજ્યસરકાર દ્વારા કોઈ એક્સ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં નથી આવી. સામાન્ય રીતે એવી વ્યવસ્થા કરવામાં આવે છે કે રક્ષાબંધન અને બીજા તહેવાનો અને મેળાઓને નિમિત્તે એક્સ્ટ્રા બસ મુકવામાં આવે પરંતુ હાલ મહામારીને પગલે આ સેવા મોકૂફ રખાઈ છે. રક્ષાબંધનને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

આ વર્ષે રક્ષાબંધન પહેલા એક્સ્ટ્રા એસટી બસ દો

ડશે નહીં. કોરોનાને કારણે એસટી નિગમે નિર્ણય કર્યો છે. સુરતમાં કોરોનાને ધ્યાને લઇ બસ સેવા સ્થગિત કરાઇ છે. આગામી ૧૦ દિવસ સુરતમાં જતી-ઉપડતી બસો સ્થગિત કરવામાં આવી છે. રક્ષાબંધનમાં સુરત જતા લોકોને મુશ્કેલી પડશે. દરવર્ષે તહેવારોમાં એસટી બસોનું એક્સ્ટ્રા સંચાલન થતું હોય છે.