રઘુરામ રાજને વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અભિયાનને જોખમી ગણાવ્યું

 • આ અભિયાન પણ સંરક્ષણવાદમાં ન પરિણમે તો સારું

  રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહૃાું કે, ભારતે એક ટેરિફ વોલ ઊભી કરવાની જરૂર નથી. તેમણે કહૃાું કે ભારત જો ગ્લોબલ સ્પાલઇ ચેનનો ભાગ બનવા માગે છે તો તેણે આ પ્રકારની ટેરિફ વૉલથી બચવું જોઇએ. તેની સાથે જ પૂર્વ ગવર્નરે કહૃાું કે, તેમની સમજમાં એ નથી આવી રહૃાું કે સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનનો અર્થ શું છે.
  રાજને કહૃાું કે, તેમને હજુ સુધી એ ક્લિઅર નથી થઇ કહૃાું કે આખરે મોદી સરકારનો આત્મનિર્ભર ભારતનો અર્થ શું છે. મોદી સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનનું પરિણામ સંરક્ષણવાદના રૂપમાં સામે આવવું જોઇએ નહીં. પહેલા પણ ઘણી સરકારોએ આ પ્રકારની નીતિઓ અપનાવવાની કોશિશ કરી પણ તેનો કોઈ લાભ જોવા મળ્યો નથી.
  રઘુરામ રાજને કહૃાું કે, જો આત્મનિર્ભર ભારત અભિયાન સામાનના ઉત્પાદન માટે એક પરિવેશ બનાવવાને લઇ છે, તો એ મેક ઈન ઈન્ડિયા પહેલને જ એક નવા રૂપમાં રજૂ કરવા જેવું છે. જો આત્મનિર્ભર ભારતનો અર્થ સંરક્ષણવાદથી સંબંધિત છે, તો દુર્ભાગ્યથી ભારતે હાલમાં જ ઘણાં ચાર્જ વધાર્યા છે. મારી સમજમાં તે રસ્તો પસંદ કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે આપણે પહેલા પણ આને લઇ ઘણી કોશિશો કરી લીધી છે.
  RBIના પૂર્વ ગવર્નરે કહૃાું કે, પહેલા આપણી પાસે લાયસન્સ પરમિટ રાજ વ્યવસ્થા હતી. સંરક્ષણવાદની એ રીત સમસ્યા પેદા કરનારી હતી. તેનાથી અમુક કંપનીઓ સમૃદ્ધ બની, તો જ્યારે આપણામાંથી ઘણાં લોકો માટે તે ગરીબીનું કારણ પણ બની.
  ઈનકોનોમિક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈક્રિયરના ઓનલાઇન કાર્યક્રમને સંબોધિત કરતા રાજને આ વાત કહી છે. રાજન હાલમાં શિકાગો યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેમણે કહૃાું કે ભારતને વૈશ્વિક સ્તરે નિર્માણ વ્યવસ્થાની જરૂર છે અને તેનો અર્થ છે કે દેશના નિર્માતાઓની સસ્તી આયાત સુધી પહોંચ હોય. તે વાસ્તવમાં મજબૂત નિકાસ માટે આધાર બનાવવાનું કામ કરે છે.
  તેમણે કહૃાું કે, આપણે વૈશ્વિક સપ્લાઇ ચેનનો ભાગ બનવા માટે પાયાનું માળખું, લોજિસ્ટિક સપોર્ટ વગેરેની વ્યવસ્થા કરવાની જરૂર છે. આપણે ટેરિફ વોર શરૂ કરવું જોઇએ નહીં, કારણ કે આપણે જાણીએ છીએ કે તેનો કોઈ ફાયદો થવાનો નથી. ઘણાં દેશોએ આ દિશામાં કોશિશ કરી છે ભારતે શિક્ષા ક્ષેત્રમાં ખાસ્સી મહેનત કરવાની જરૂર છે. આપણે વિભિન્ન દેશોને સારી શિક્ષા ઉપલબ્ધ કરાવી શકીએ છીએ.