રજનિકાંતે બીમારીનું કારણ આપીને હાલમાં પૉલિટિક્સથી દૃૂર રહેવાનો નિર્ણય કર્યો: રિપોર્ટ

રજનિકાંત હાલમાં રાજકારણમાં પ્રવેશ કરશે નહીં. માનવામાં આવે છે કે કોરોના તથા તેમની તબિયતને કારણે હાલ તેઓ રાજકારણમાં જશે નહીં. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ પોતાના ટ્વીટમાં કહૃાું હતું, ’આજના હોટ ન્યૂઝ. અનેક મીડિયા આઉટલેટ્સ કહી રહૃાા છે કે સુપરસ્ટાર રજનિકાંતે પોતાના સલાહકારોને એક ઇન્ટર્નલ નોટ લખી છે કે કોરોના તથા પોતાની તબિયતને કારણે તેઓ રાજકારણમાં એન્ટ્રી લશે નહીં. મહામારીમાં પોંગલના દિવસે પાર્ટી લૉન્ચ કરવી મુશ્કેલ છે.
એક અંગ્રેજી સમાચાર પત્ર અનુસાર દાવો કર્યો છે કે રજનિકાંતે પોતાના સ્ટેટમેન્ટમાં તબિયત અંગે વાત કરી છે. સૂત્રોના મતે, રજનિકાંત મહામારીના આ સમયમાં કોઈ ચાન્સ લેવા માગતા નથી. ૨૦૧૬માં તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી. લેટરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રજનિકાંતના ડૉક્ટર્સે પણ કોવિડ-૧૯ની વેક્સિન ના આવે ત્યાં સુધી રાજકારણમાં એક્ટિવ ના થવાની સલાહ આપી છે. પોતાની ઈન્ટર્નલ નોટમાં રજનિકાંતે લખ્યું છે, મને મારા જીવનની પરવા નથી. મને મારા લોકોની તબિયતની ચિંતા છે. મેં રાજકારણમાં પરિવર્તન લાવવાનું વચન આપ્યું હતું. મારે રાજકારણમાં એક્ટિવ થવું હતું. જો આ દરમિયાન મારું સ્વાસ્થ્ય લથડે છે તો રાજકીય પ્રક્રિયામાં નવા પડકારનો સામનો કરવો પડી શકે છે.’