રણબીર અને આલિયાની સગાઈના સમાચાર ખોટા, નવા વર્ષની ઉજવણી માટે ગયા: રણધીર કપૂર

મંગળવારથી મુંબઈમાં બોલીવૂડની ભારે ચર્ચા ચાલી રહી છે કે અભિનેતા રણબીર કપૂર તેની માતા નીતુ સિંહ અને અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે રણથંભોર જવા રવાના થયો છે, તે નવા વર્ષમાં માત્ર સગાઈ કરીને ત્યાંથી પરત આવશે. પરંતુ, આ વાયરલ સમાચારો વધુ ફેલાતા પહેલા રણબીરના કાકા અભિનેતા રણધીર કપૂરે તેના પર વિરામ લગાવી દીધો છે. રણબીર અને આલિયાની નવા વર્ષમાં સગાઈની ગીટ મળવાના સમાચારો સતત ફેલાઈ રહૃાા હતા. આ વચ્ચે તેના કાકાએ કહૃાું છે કે રણબીર અને આલિયા હમણાં જ નવા વર્ષની ઉજવણી કરવા ગયા છે. તેમની સગાઈના સમાચારમાં કોઈ સત્યતા નથી. રણબીર, આલિયા અને નીતુ સિંહ મુંબઇ એરપોર્ટ પર એક સાથે જોવા મળ્યા હતા અને તે પછી તેઓ રાજસ્થાનના જયપુર એરપોર્ટ પર પણ સાથે જોવા મળ્યા હતા.

આ સમયે ત્રણેય રણથંભોરની એક હોટલ અમનમાં રોકાયા હોવાનું જણાવાઈ રહૃાું છે. જ્યારે લોકો નવા વર્ષની ઉજવણી માટે ગોવા અને માલદીવ જઈ રહૃાા છે, ત્યારે રણબીરે આલિયા સાથે રાજસ્થાન જવાનું પસંદ કર્યું. આનાથી મુંબઈ ઈન્ડસ્ટ્રીના લોકોને પણ શંકા ગઈ હતી. આ દરમિયાન કોઈએ એવી ચર્ચા શરૂ કરી કે રણબીર અને આલિયા રણથંભોરમાં સગાઈ કરવાના છે. રણબીર કપૂરે અગાઉ તેના એક વીડિયો ઇન્ટરવ્યુમાં કહૃાું હતું કે જો કોરોના ન હોત તો લગ્ન કરી ચૂક્યા હોત. હવે, રણબીર કપૂરના કાકા રણધીર કપૂરે આ બધી બાબતોને પાયાવિહોણા ગણાવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રણબીર કપૂરના પિતા ઋષિ કપૂરે ક્યારેય તેમના મોટા ભાઈ રણધીર કપૂર વિશે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો અને કારકિર્દૃીના તમામ મોટા નિર્ણયો તેમના મોટા ભાઈની સંમતિથી લીધા હતા.

માનવામાં આવી રહૃાું છે કે રણબીર કપૂરના લગ્નમાં રણધીર કપૂરની હાજરીમાં જ થશે. રણધીર કહે છે કે, જો રણબીર અને આલિયાની સગાઈ થઈ હોત, તો પરિવારના બાકીના સભ્યો સગાઈમાં હાજર હોત. પરંતુ એવું કંઈ નથી. રણધીરે બુધવારે કહૃાું કે આ બધા લોકો કેટલાક દિવસોની રજાઓ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે ત્યાં ગયા છે. બીજું કાંઈ નથી. આલિયા અને રણબીરની સગાઈના સમાચારોને વધુ જોર મળી ગયું કારણ કે તે બધા જે હોટેલમાં રોકાયા હતા ત્યાં બોલિવૂડ નંબર વનના પરણિત કપલ એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ રજા પર પહોંચ્યા છે.