રણબીર- આલિયા સંજયને મળવા મોડી રાત્રે  ઘરે ગયા

 

  • રાત્રે ૧.૩૦ વાગ્યે મુલાાકત કરી ઘરની બહાર નીકળ્યાં
  • સંજયને કેન્સર હોવાની પુષ્ટિ બાદ બોલિવૂડ સેલિબ્રિટીઝ તેમની મુલાકાત લીધી અને સારા સ્વાસ્થ્યની કામના કરી

બોલિવૂડ એક્ટર સંજય દત્તનાં ફેન્સ અને સેલેબ્સને જ્યાં આ ખબર થઇ કે, બોલિવૂડનાં મુન્ના ભાઇને ફેફસાનું કેન્સર છે. જે બાદથી લોકો તેનાં સ્વાસ્થ્યની કામના કરી રહૃાાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ,સંજય દત્તને સ્ટેજ ૪નું કેન્સર છે. જેનાં ઇલાજ માટે તે જલદૃી જ અમેરિકા જશે. સંજય દત્તને કેન્સર હોવાની પુષ્ટિ થયા બાદ બોલિવૂડ સેલિબ્રિટીઝ તેમની મુલાકાત લેતા અને તેમનાં સારા સ્વાસ્થ્યની કામના કરતી પોસ્ટ શેર કરી રહૃાાં છએ. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બંને તેમની ખબર પુછવા સંજય દત્તનાં ઘરે ગયા હતા. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બુધવારે મોડી રાત્રે સંજય દત્તને મળવા તેનાં બાન્દ્રા સ્થિત ઘરે ગયા હતાં. આલિયા-રણબીર બંને એક સાથે જ ગાડીમાં પહોંચ્યા હતાં. અને તેમનાં ખબર અંતર પૂછ્યા હતાં. તેઓ રાત્રે ૧.૩૦ વાગ્યે સંજય દત્તનાં ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા. સંજય દત્ત, આલિયા ભટ્ટની સાથે ફિલ્મ ’સડક-૨’માં નજર આવવાનાં છે. કહેવાય છે કે ટૂંક સમયમાં જ સંજય દત્તનું ઇલાજ શરૂ થશે. જે બાદ તે જલ્દૃી જ ઠીક થઇને ભારત પરત આવશે. બોલિવૂડ એક્ટર સંજય દત્તને શ્ર્વાસ લેવાની પરેશાની થતા તેને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. બે દિવસ હોસ્પિટલમાં રહૃાાં બાદ સંજય દત્તને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જે બાદ તેણે ટ્વિટ કરીને લખ્યુ હતું કે, ’મિત્રો મેડિકલ ટ્રીટમેન્ટ માટે કામથી નાનકડો બ્રેક લઇ રહૃાો છું. મારો પરિવાર અને મિત્રો મારી સાથે છે.

હું મારા શુભિંચતકોને અનુરોધ કરુ છુ કે િંચતા ન કરો, આપનાં પ્રેમ અને દુઆઓથી જલદૃી જ પરત આવી જઇશ. સંજય દત્ત, આદિત્ય રોય કપૂર અને આલિયા ભટ્ટ સ્ટાર ફિલ્મ ’સડક-૨ ઓટીટી પ્લેટફર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર ૨૮ ઓગસ્ટનાં રિલીઝ થશે. આ ફિલ્મમમાં ફેક ગુરુની સ્ટોરી લાઇન છે. ફિલ્મની સ્ટોરી લાઇન અંગે પહેલાં જ ઘણો વિવાદ હતો. તો બીજી તરફ નેપોટિઝમને કારણે ફિલ્મ પર લોકોનો ગુસ્સો ફાટ્યો છે.