રણબીર કપૂર-આલિયા ભટ્ટની રણથંભોરમાં સગાઇ, ચર્ચાએ પકડ્યું જોર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લગ્નની ચર્ચાઓ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં સમાચાર આવ્યા હતા કે બંને આ વર્ષે લગ્ન કરી લેશે, પરંતુ વર્ષના અંત સુધીમાં એવું ન થઈ શક્યું. પરંતુ વર્ષના અંતમાં મોટા સેલિબ્રેશન યોજાવાની શક્યતા જોવામાં આવી રહી છે અને ચર્ચાઓને વેગ મળ્યું છે કે રણબીર અને આલિયા આજે પોતાના રિલેશનશિપને નવું નામ આપીને સગાઈ કરવાના છે. હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર નીતૂ કપૂરની સાથે બંને જોવા મળ્યા હતા, જ્યાંથી તેઓ જયપુર રવાના થઈ ગયા. તેના થોડાક કલાક બાદ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ પિંક સિટી માટે રવાના થયા. બીજી તરફ ફિલ્મ બ્રહ્માસ્ત્રના ડાયરેક્ટર અયાન મુખર્જી પણ સ્પોટ થયો હતો.

બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ અને રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહની તેમના પતિ ભારત સાહની અને દીકરી સમારા અને આદર જૈન પણ રણથંભોરમાં છે અને કરણ જૌહર પણ ત્યાં ટૂંક સમયમાં પહોંચવાના છે. રિપોર્ટ મુજબ, આ તમામ લોકો રણથંભોરની અમન હોટલમાં સાથે રોકાયેલા છે. પહેલા માનવામાં આવી રહૃાું હતું કે તમામ અહીં નવા વર્ષની ઉજવણી માટે આવ્યા છે પરંતુ આલિયા અને રણબીરના તમામ નજીકના સંબંધીઓની હાજરી કંઈક બીજો જ ઈશારો કરી રહી છે. માનવામાં આવી રહૃાું છે કે બંને આજે સગાઈ કરી શકે છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એક બીજાને બે વર્ષથી ડેટ કરી રહૃાા છે. આલિયાએ જ્યાં થોડા દિવસ પહેલા એવું નિવેદન આપ્યું હતું કે લગ્ન તે હાલમાં નહીં કરે કારણ કે તેની ઉંમર નાની છે. બીજી તરફ રણબીર કપૂરે હાલમાં આલિયા ભટ્ટ સાથે લગ્નને લઈ નિવેદન આપતા કહૃાું હતું કે જો આ મહામારી (કોરોના વાયરસ) ન આવી હોત તો અત્યાર સુધીમાં તે લગ્ન કરી ચૂક્યા હોત. જોકે, હજુ સુધી રણબીર કે આલિયાના પરિવાર તરફથી કોઈ પણ તેને લગતું નિવેદન સામે નથી આવ્યું. એવામાં આ અહેવાલોની કોઈ પુષ્ટિ નથી થઈ શકી.