રણવીર સિંહ ફેન્સ સાથે મળી કર્યો જોરદાર ડાન્સ

રણવીર સિંહ પોતાની એનર્જી અને વાઈબ્સથી હંમેશાં ફેન્સનું દિસ જીતી લે છે. હાલમાં જ રણવીર સિંહે ગરબા નાઈટમાં ધૂમ મચાવી હતી. ગઈકાલ રાત્રે મુંબઈમાં ’મરાઠી ડાંડિયા મહોત્સવ’ માં હાજરી આપવા પહોંચ્યો હતો અને આ દરમિયાન ઘણી તસવીર અને વીડિયો સામે આવ્યા છે. રણવીર સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ શાનદાર સાંજનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રણવીર સિંહ ફૂલ એનર્જીમાં સ્ટેજ પર નાચતો જોવા મળી રહૃાો છે અને તેની સાથે ફેન્સ પણ ખુશીથી ઝૂમી રહૃાા છે. ફાસ્ટ ફોવર્ડ મોડમાં આ વીડિયોને પોસ્ટ કરવામાં આવ્યો છે. તેમાં રણવીર પંડાલમાં જતો જોવા મળી રહૃાો છે અને હજારોની સંખ્યામાં હાજર ફેન્સને અભિવાદન કરતો જોવા મળી રહૃાો છે. ફેન્સ પણ રણવીરની સાથે એનર્જીની સાથે ગરબા રમતા જોવા મળી રહૃાા છે. આ દરમિયાન રણવીર સિંહ સ્ટ્રાઈપ્ડ રેડ કૂર્તા અને જીન્સમાં ઘણો ડેશિંગ લાગી રહૃાો હતો. અભિનેતાએ ’ડાંડિયા’ સમારોહમાં હાજર પોતાના પ્રશંસકોને શુભેચ્છા પાઠવી. તેણે તત્તડ તત્તડ જેવા પોતાના પેપ્સી ડાન્સ નંબર પર પણ ડાન્સ કર્યો. આ બધાની સાથે રણબીરે માતા દૃુર્ગાની પૂજા કરી અને માતાના આશીર્વાદ લીધા. તેણે હાલમાં ઘણા સાર્વજનિક પ્રદર્શન કર્યા છે અને દરેક સમારોહમાં તેને હાજરી આપી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહે છેલ્લે યશરાજ ફિલ્મ્સની ’જયેશભાઈ જોરદાર’માં જોવા મળ્યો હતો. તે આગામી રોહિત શેટ્ટીની કોમેડી ફિલ્મ સર્કસમાં જેકલિન ફર્નાન્ડિઝ, પૂજા હેગડે, સંજય મિશ્રા, જોની લિવર અને વરુણ શર્માની સાથે જોવા મળશે. તેના પછી તે કરન જોહરની આગામી નિર્દૃેશિત ફિલ્મ ’રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે, જે ૨૦૨૩માં રિલીઝ થશે. ફિલ્મમાં રણવીર સિવાય આલિયા ભટ્ટ, શબાના આઝમી, જયા બચ્ચન, ધર્મેન્દ્ર જેવા સ્ટાર્સ છે.