રણોત્સવનું બુકીંગ શરૂ, ટૂર પેકેજમાં ભારે ડિસ્કાઉન્ટ ઓફર

  • ૨૪ કલાકમાં ૭૦૦ લોકોએ કરાવ્યું બુકીંગ

    કોરોનાં કહેરના કારણે ટુરિઝમ સેક્ટરને મોટું નુકસાન થયું છે. પરંતુ હવે ઓનલોકમાં ધીમે ધીમે છૂટછાટ મળી રહી છે.જેના કારણે રણોત્સવ નું બુકીંગ શરૂ થયું છે. ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા સેક્રેટરી મનીષભાઈ શર્માએ જણાવ્યું છે કે, ૨૪ કલાકમાં ૭૦૦ લોકોએ ટૂર પેકેજ બુકીંગ કરાવ્યા છે. પેકેજમાં ૩૦ ટકા ડિસ્કાઉન્ટ આપી રહૃાા છે. રણોત્સવના કારણે ૧ લાખ લોકોને રોજગારી મળે છે. ત્યારે આશા છે કે, રણોત્સવ શરૂ થતાં ફરી પ્રવાસન ગતિ મળશે. રાજ્યમાંથી લોકો રણોત્સવના પેકેજ બુકીંગ કરવી રહૃાા છે.
    પરંતુ અન્ય રાજ્યના લોકો પણ રણોત્સવ માટે ઇક્ધવારી કરી રહૃાા છે. સાથે સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદૃેશ, દિલ્હી અન્ય રાજ્યના લોકો પણ રણોત્સવ માટે બુકીંગ કરવી રહૃાા છે. જોકે કોરોના કહેરમાં વેકેશન અને તહેવારો જતા રહૃાા છે. લોકો ઘર બહાર નીકળી શક્યા નથી. ત્યારે દિવાળી વેકેશન, ક્રિસમસની રજામાં લોકો ફરવા જવા માટે અત્યારથી પ્લાિંનગ કરી રહૃાા છે.