રમકડાં ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવા ઈકો-ફ્રેન્ડલી રમકડાંનું ઉત્પાદન વધારવું જોઈએ

વડાપ્રધાન મોદીએ શનિવારે ઇન્ડિયા ટૉય ફેર ૨૦૨૧નું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહૃાુ હતુ કે, પ્રથમ ટોય ફેર ફક્ત એક વેપારી કે આર્થિક કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ દેશની વર્ષો જૂની ખેલ અને ઉલ્લાસની સંસ્કૃતિને મજબૂત બનાવવાની કડી છે. સિંધુ ઘાટી સંસ્કૃતિ, મોહેં-જો-દડો અને હડપ્પાના દોરના રમકડાં પર આખી દુનિયાએ સંશોધન કર્યું છે. પીએમ મોદીએ કહૃાુ કે, પ્રાચીન કાળમાં જ્યારે દુનિયાભરના પ્રવાસીઓ ભારત આવતા હતા ત્યારે, ભારતની રમતોને શીખતા હતા અને સાથે લઈને જતા હતા. આજે ’ચેસ’ કે જે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે તે ભારતમાં ’ચતુરંગ’ કે ’ચાદુરંગા’ના સ્વરૂપમાં રમવામાં આવતી હતી. વડાપ્રધાન કહૃાુ કે, આધુનિક લૂડો ત્યારે ’પચ્ચીસી’ તરીકે રમવામાં આવતી હતી. આપણા ધર્મગ્રંથોમાં પણ જુઓ, બાલ રામ માટે અલગ અલગ કેટલા રમકડાંનું વર્ણન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ કહૃાુ કે ફરીથી ઉપયોગ કરવો અને રિસાઇકિંલગ કરવું જે રીતે ભારતીય જીવનશૈલીનો એક હિસ્સો છે, આ વાત આપણા રમકડાંમાં પણ જોવા મળે છે. મોટાભાગના રમકડાં પ્રાકૃતિક અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી વસ્તુઓમાંથી બને છે. તેમાં ઉપયોગમાં લેવાતા રંગો પણ પ્રાકૃતિક અને સુરક્ષિત હોય છે. પીએમ મોદીએ કહૃાુ કે, “આજે હું દેશના રમકડાં નિર્માતાઓને અપીલ કરવું છું કે, તમે એવા રકમડાં બનાવો જે અર્થતંત્ર અને માનસશાસ્ત્ર બંને માટે ઉત્તમ હોય. શું આપણે એવો પ્રયાસ કરી શકીએ કે રમકડાંમાં ઓછામાં ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય? એવી વસ્તુઓનો ઉપયોગ કરીએ જેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યુ હતે કે, ભારતીય રમકડાં અને રમતોની એ ખાસિયત રહી છે કે તેનાથી જ્ઞાનમાં વધારો થાય છે. તેમાં વિજ્ઞાન પણ હોય છે, મનોરંજન હોય છે અને મનોવિજ્ઞાન પણ હોય છે. દાખલા તારીકે લટ્ટૂની રમત. આ રમત રમતાં બાળકને ગુરુત્વાકર્ષણ અને સંતુલનનો પાઠ શીખવા મળે છે. પીએમ મોદીએ કહૃાુ કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રમત આધારિત અને ગતિવિધિ આધારિત શિક્ષણને મોટા પ્રમાણમાં શામેલ કરાયું છે. આ એક એવી વ્યવસ્થા છે જેમાં બાળકોને કોયડા અને રમતના માધ્યમથી તાર્કિક અને રચનાત્મકતા વધે તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.પીએમ મોદીએ કહૃાુ કે, રમકડાંના ક્ષેત્રમાં ભારત પાસે પરંપરા અને ટેક્નિક પણ છે. આપણે દુનિયાને પર્યાવરણને અનુકૂળ હોય તેવા રમકડાં તરફ વાળી શકીએ છીએ. આપણા સૉટવેર એન્જીનિયરો કોમ્પ્યુટર ગેમના માધ્યમથી ભારતની કહાનીઓને દુનિયા સુધી પહોંચાડી શકે છે.પીએમ મોદીએ કહૃાુ કે હવે દેશના રમકડાં ઉદ્યોગને ૨૪ મુખ્ય ક્ષેત્રમાં સ્થાન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રમકડાં કાર્ય યોજના પણ તૈયાર છે. જેમાં ૧૫ મંત્રાલય અને વિભાગ શામેલ છે, જેનાથી દેશ રમકડાં બાબતે આત્મનિર્ભર બને. એટલું જ નહીં, બીજા દેશમાં પણ ભારતના રમકડાની નિકાસ થાય. મોદીએ કહૃાુ કે જો મેડ ઇન ઇન્ડિયાની માંગ છે તો આજે ભારતમાં હસ્તનિર્મિત વસ્તુઓની પણ માંગ વધી રહી છે. આજે લોકો રમકડાંને ફક્ત એક ઉત્પાદન તરીકે નથી ખરીદતા પરંતુ એ રમકડાં સાથે જોડાયેલા પોતાના અનુભવ સાથે જોડાવા માંગે છે. આથી જ આપણે હસ્તનિર્મિત ભારતને પણ આગળ ધપાવવાનું છે.