મેષ (અ,લ,ઈ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો,આનંદ દાયક દિવસ.
કર્ક (ડ,હ) : નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે,દિવસ એકંદરે સારો રહે.
સિંહ (મ,ટ) : નવા લોકો સાથે મળવાનું બને,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : પરિવાર સાથે સમય વિતાવી શકો,આનંદ માણી શકો ,શુભ દિન.
તુલા (ર,ત) : તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય,કામ માં સફળતા મળે.
વૃશ્ચિક (ન ,ય ) : મનોમંથન કરી શકો,પોઝિટિવ વિચારો થી લાભ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા અંદરૂની મામલા નિપટાવી શકો,દિવસ સફળ રહે.
મકર (ખ ,જ ) : કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે,વાણી માં સંયમ રાખવો.
કુંભ (ગ ,સ,શ ) : વિદ્યાર્થીવર્ગને સારું રહે,ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): કોર્ટ કચેરીમાં રાહત મળે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
વિક્રમ સંવંત 2077 પૂર્ણ થવાના આરે છે. આ વર્ષમાં આપણે અનેક કરુણાંતિકામાં થી પસાર થઇ ચુક્યા છીએ. ગોચર ગ્રહોને કારણે આ વર્ષ ઘણું તકલીફદેય રહ્યું હવે આગામી વિક્રમ સંવંત 2078 આપણા માટે ખુશીનો સંદેશ લાવે અને નવા જીવનની આશા લાવે તેવી લાગણી સ્વાભાવિક જ થાય. ગોચર ગ્રહોની સમીક્ષા કરીને આગામી વર્ષ માટે હું રાશિ મુજબ વાર્ષિક ભવિષ્ય અત્રે લખીશ. આવતીકાલે ગુરુવારને કાલાષ્ટમી છે. 30 ઓક્ટોબરને શનિવારે શુક્ર મહારાજ ધનુ રાશિમાં પ્રવેશ કરશે જયારે 1 નવેમ્બરને સોમવારે રમા એકાદશી આવી રહી છે. રમા એકાદશીને ભગવાન વિષ્ણુની પ્રિય એકાદશી નામવામા આવે છે. રમા એટલે સ્ત્રી. શિવ આદિ પુરુષ છે તો સ્ત્રી આદિશક્તિ સ્વરૂપ છે. શિવ શક્તિના સંતુલનથી જ વિશ્વ ચાલે છે. શિવ દેવાધિદેવ છે તો માતાજી માયારૂપ છે. વિષ્ણુ જગતના પાલક છે તો લક્ષ્મીજી મનોકામના પૂર્ણ કરનાર છે. સ્ત્રી શક્તિને ઉજાગર કરતી એકાદશી એટલે રમા એકાદશી. જેની એક આખા વિશ્વને ભસ્મીભૂત કરવાની શક્તિ અને બીજી આંખમાં વિશ્વનું સર્જન કરવાની શક્તિ છે તેનું નામ સ્ત્રી. સ્ત્રીની સર્વોત્તમ પરિભાષા છે: સ્નેહ, સમર્પણ અને સહનશીલતા. સ્ત્રી એટલે ત્યાગ અને તપશ્ચર્યાની સાક્ષાત મૂર્તિ, સ્ત્રી થકી જ પુરુષની અવનતિ કે ઉન્નતિ સર્જાય છે. જયારે કુંડળીમાં શુક્ર મહારાજ નબળા પડતા હોય ત્યારે તેનો પહેલો ઈલાજ છે કે સ્ત્રી સાથે સદ્વ્યવહાર કરો. ખાસ કરીને શુક્ર નબળો પડતો હોય ત્યારે રમા એકાદશીનું વ્રત કરવાથી લાભ પ્રાપ્ત થાય છે વળી આ એકાદશી પણ ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીને પણ મહત્વ આપવામાં આવે છે અને તેની સાથે પૂજા કરવામાં આવે છે. આ દિવસે કૃષ્ણ પરમાત્માના યુગલ સ્વરૂપની પૂજા કરવી જોઈએ અને તમામ સ્ત્રી સાથે સદ્વ્યવહાર રાખવો જોઈએ.