રવિન્દ્ર જાડેજાએ સાસણગીરમાં રાત્રે રસ્તાની સફર દરમ્યાન સિંહોની લટાર મારી

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ દિવસોમાં ક્રિકેટના મેદાનથી દૂર છે. જાડેજા છેલ્લે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં જોવા મળ્યો હતો. આ શ્રેણી દરમિયાન જાડેજાને અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું. જાડેજા હાલમાં ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ નથી.

રવિન્દ્ર જાડેજા પોતાનો નવરાશનો સમય સિંહોની વચ્ચે ગાળી રહૃાો છે. રવિન્દ્ર જાડેજા ગુજરાતના સાસણગીરમાં રાત્રે રસ્તાની સફર દરમિયાન સિંહોની વચ્ચે ફરતા જોવા મળે છે. રવિન્દ્ર જાડેજાએ પોતાનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. રવિન્દ્ર જાડેજાએ સિંહોની વચ્ચે ફરતી વખતે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘તે શ્રેષ્ઠ અનુભવ હતો. વીડિયોમાં ૩ સિંહો જોવા મળી રહૃાા છે. જાડેજાએ આ વીડિયો જાતે બનાવ્યો છે અને તેને ચાહકો સાથે શેર કર્યો છે અને તેને શ્રેષ્ઠ અનુભવ તરીકે વર્ણવ્યો છે.

કોહલીએ કહૃાું કે, અમારા ચોથા અને પાંચમા બોલર્સ (શાહબાઝ નદૃીમ અને વી. સુંદર)એ સારો દેખાવ કર્યો નહોતો. તમે ઈચ્છો છો કે તમારૂ બોલિંગ યુનિટ વિરોધી ટીમને દબાણમાં લાવે. અમે પ્લાન એક્ઝિક્યુટ ન કરી શક્યા તે ખરું પરંતુ સાથે એ સમજવું પણ જરૂરી છે કે અમારું માઈન્ડસેટ બરાબર હતું. જોકે, સાથે હું એ પણ ઉમેરીશ કે બીજા દાવમાં બોલર્સનો દેખાવ સારો રહૃાો હતો.