- “ચલેગા ટ્રેક્ટર ઉડેગી ધુલ, ન રહેગા પંજા, ન ઉગેગા ફુલ’’નાં સુત્રએ ધુમ મચાવી
- ધારી બગસરા ખાંભા વિધાનસભા બેઠકની પેટાચુંટણીમાં ત્રીજા વિકલ્પ જેવા મજબુત અપક્ષ ઉમેદવાર મેદાનમાં
- 25મી એ સાંજે 7 વાગ્યે ખડાધાર, રાત્રે 8 વાગ્યે ખાંભા, 9 વાગ્યે ઇંગોરાળામાં વતન પ્રેમી શ્રી પીયુષ ઠુંમરનો પ્રવાસ
અમરેલી,
“ચલેગા ટ્રેક્ટર ઉડેગી ધુલ, ન રહેગા પંજા, ન ઉગેગા ફુલ’’નાં સુત્ર સાથે ધારી બગસરા વિધાનસભાની પેટાચુંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવેલા શિક્ષિત અને વતન પ્રેમી સબળ ઉમેદવાર શ્રી પીયુષ કુમાર બાબુભાઇ ઠુંમરએ ધુમ મચાવી છે તેમનો તા.25 ના રવિવારે ખાંભા, ખડાધાર, ઇંગોરાળામાં પ્રવાસ યોજાનાર છે.
ધારી બગસરા ખાંભા વિધાનસભા બેઠકની પેટાચુંટણીમાં ત્રીજા વિકલ્પ જેવા મજબુત અપક્ષ ઉમેદવાર મેદાનમાં આવ્યા હોય ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષો માટે શ્રી પીયુષ ઠુંમર સબળ હરીફ સાબિત થાય તેવુ જણાઇ રહયુ છે માત્ર લડવા માટે નહી પણ જીતવા માટે જ મેદાનમાં ઉતરેલા શ્રી પીયુષ ઠુંમર હાર જીત માટે નિર્ણાયક સાબિત થશે તેમા કોઇ શંકા નથી કાલે તા.
25મી એ સાંજે 7 વાગ્યે ખડાધાર, રાત્રે 8 વાગ્યે ખાંભા, 9 વાગ્યે ઇંગોરાળામાં વતન પ્રેમી શ્રી પીયુષ ઠુંમરનો પ્રવાસ યોજાય રહયો છે.