રવિવારે ફરી કોરોના ઝળક્યો : ચાવંડ ગામના મહિલા દર્દીનું મૃત્યું

  • રવિવારે 9 અને સોમવારે 10 કેસ નોંધાયા
  • સોમવારે 6 દર્દીઓ સાજા થયા, હોસ્પિટલમાં 133 દર્દીઓની સારવાર શરૂ : કોરોનાના કુલ કેસની સંખ્યા 2713 થઇ

અમરેલી,રવિવારે 9 અને સોમવારે 10 કેસ નોંધાયા હતા પણ હમણા બંધ થઇ ગયેલા મૃત્યુના બનાવો વચ્ચે રવિવારે ફરી કોરોના ઝળક્યો હતો અને ચાવંડ ગામના 52 વર્ષના મહિલા દર્દીનું મૃત્યું અમરેલીમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યુ હતુ જ્યારે સોમવારે 6 દર્દીઓ સાજા થયા હતા અને હાલમાં કોવિડ હોસ્પિટલોમાં 133 દર્દીઓની સારવાર શરૂ છે અને કોરોનાના કુલ કેસની સંખ્યા 2713 થઇ છે.