રવિવારે યમરાજનો ઓવરટાઇમ:અમરેલીમાં બે દિવસમાં 10 ના મોત

  • દર શનિ રવિ સોમ મૃત્યુના બનાવો વધારે હોય છે : શનિવારે રજા પાળી પણ
  • અમરેલી,બાબરીયાધાર,ગારીયાધાર,બરવાળા બાવીશી,બગસરાના 3,મોણપર,ઇંગોરાળાના દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યું

અમરેલી,
કોરોનાનો ભોગ બનેલા અને બીજી બિમારીઓથી પિડીત મોટી ઉમરના દર્દીઓના ટપોટપ મરણ થતા હતા પરંતુ આ મરણનું પ્રમાણ માત્ર શનિ રવિ અને સોમ એ ત્રણ દિવસમાં જ વધારે રહેતુ આવ્યુ છે આ વખતે ગયા શનિવારે મોડી રાત સુધી એક પણ મૃત્યુ ન નોંધાયા બાદ મધરાતથી યમરાજા બમણા જોશથી કામે લાગ્યા હોય તેમ શનિવારની મધરાતથી આજે સોમવારની સવાર સુધીમાં અમરેલીમાં સારવાર લઇ રહેલા 10 દર્દીઓના મૃત્યુ નીપજ્યા હતા. જાણવા મળતી માહિતી અનુસાર શનિવારે રાત્રીથી રવિવાર સુધીમાં રાજુલાના બાબરીયાધારના 65 વર્ષના વૃધ્ધ, સાવરકુંડલાના જાંબુડા ગામના 55 વર્ષના પ્રૌઢ, ગારીયાધારની રોય શેરીમાં રહેતા 65 વર્ષના વૃધ્ધ, બરવાળા બાવીશી ગામના 70 વર્ષના વૃધ્ધા તથા બગસરાના નટવરનગરમાં રહેતા 60 વર્ષના વૃધ્ધ અને 75 વર્ષના વૃધ્ધ તથા અમરેલીના મોણપર ગામના 72 વર્ષના વૃધ્ધ દર્દી અને અમરેલી શહેરના હઠીલા હનુમાન મંદિર પાસે રહેતા 65 વર્ષના વૃધ્ધના મૃત્યુ નીપજ્યા હતા જ્યારે સોમવારે સવારે ધારી તાલુકાના ઇંગોરાળા ડુંગરી ગામના 85 વર્ષના દર્દી અને બગસરાના સ્ટેશન રોડ ઉપર રહેતા 73 વર્ષના વૃધ્ધનું મૃત્યુ નીપજ્યુ હતુ.