રવિ કિશનના સપોર્ટમાં આવી જયા પ્રદા, કહૃાું- જયા બચ્ચન રાજનીતિ કરી રહી છે

બોલિવૂડની ગયા જમાનાની જાણીતી અભિનેત્રી જયા પ્રદા અને જયા બચ્ચન સામ સામે આવી ગઈ છે. લોકસભામાં બીજેપી સાંસદ રવિ કિશને કહૃાું હતું કે બોલિવૂડમાં ફેલાયેલા ડ્રગ કલ્ચર ઉપર કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ. એના પછી સપા સાંસદૃે પણ કહૃાું હતું કે દોષિયો ઉપર કાર્યવાહી કરવી જોઈએ પરંતુ સમગ્ર બોલિવૂડ ઈંડસ્ટ્રીને બદનામ ન કરવી જોઈએ. ત્યારે ડાયરેક્ટર અનુભવસિંન્હાએ પણ કહૃાું હતું કે યુવાઓમાં અશ્ર્લિલતાનું ઝહેર ફેલાયું છે. હવે આ મામલામાં બીજેપી સાંસદ જયા પ્રદાનું નિવેદન આપણ સામે આવ્યું છે અને તેણે કહૃાું કે આ મામલામાં જયા બચ્ચન રાજનીતિ કરવાની કોશિશ કરી રહૃાા છે.
જયા પ્રદાએ કહૃાું કે હું આ મામલામાં રવિ કિશનજીની કોમેન્ટનો સંપૂર્ણ સાથ આપું છું. જેમાં તેણે ડ્રગ એડિક્શનથી યુવાઓને બચાવવાની અપીલ કરી છે. આપણે ડ્રગની વિરૂદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ અને આપણે આપણા યુવાનોને બચાવવા જોઈએ. મને લાગે છે કે આ મામલામાં જયા બચ્ચન રાજનીતિ કરી રહૃાા છે.
જણાવી દઈએ કે જયા બચ્ચને રાજ્યસભાના મોનસૂન સત્રમાં બીજા દિવસે કહૃાું હતું કે કેટલાક લોકોના નામ ડ્રગ એંગલમાં આવ્યા છે. એનો મતલબ એ નથી કે તમે સમગ્ર ઈંડસ્ટ્રીની છાપ ખરાબ કરવા માટે લાગી જાઓ. મને શરમ આવી રહી છે કે કાલે લોકસભામાં ફિલ્મ ઈંડસ્ડ્રીના જ કેટલાક સભ્યોએ આ ઈંડસ્ટ્રીની વિરૂદ્ધ વાત કરી છે. આ શર્મનાક છે. એન્ટરટેઈનમેન્ટ ઈંડસ્ટ્રીના લોકોને સોશિયલ મીડિયા ઉપર ટાર્ગેટ કરવામાં આવી રહૃાા છે.