રવીવારે બધ્ાુ બંધ છે કે નહી એ જોવા ખાસ નિકળશે, આપડી નવરી બજાર નહી સુધરે…

અમરેલી,
દુનિયાભરને ધ્ાૃજાવી રહેલી મહમારી કોરોના વાયરસ પણ આપણી મજાક અને હળવાશની પરંપરાને તોડી નથી શકયો તેણે ભલે 10 હજાર લોકોને મોતને ઘાટ ઉતાર્યા પણ આપણી ફીકરની ફાકી કરવાની પરંપરા હજુ સુધી જળવાઇ રહી છે સાવચેતી માટે કોરોનાને લગતી અનેક કોમેન્ટોનો અને મજાકોનો સૌશ્યલ મીડીયામાં જોરદાર મારો ચાલી રહયો છે. જેમા “”22મીએ જનતા કર્ફયુંમાં રવીવારે બધ્ાુ બંધ છે કે નહી એ જોવા ખાસ નિકળશે… આપડી નવરી બજાર નહી સુધરે…’’તથા કોરોના પુરી દુનિયાકો નમસ્કાર કરવા રહા છે, કોરોના પુરી દુનિયા કે લોગોકો શાકાહારી બના રહા હૈ કોરોના, તુમને કો કર દિખાયા જો અચ્છે અચ્છે ના કર શકે અને પહેલા વિદેશથી આવતા લોકોને જોવા ગામ આખુ જતું અત્યારે સોસાયટી ખાલી થઇ જાય છે આવા સંદેશાઓ ઉપરાંત કોરોના વાયરસથી બચાવનો ઉપાય છેટેથી નમ્રતાથી નમસ્કાર જેવા સુત્રો પણ વહેતા થયા છે.