રવીવારે સવારમાં અવધ ટાઇમ્સે નવા જાહેરનામાનું સાચુ સટીક અર્થઘટન લોકો સુધી પહોંચાડયું

 

અમરેલી જિલ્લાના વહીવટી તંત્રએ સાચુ અર્થઘટન કયુર્ં : અવધ ટાઇમ્સે દુકાનો ખોલવાની સાચી વ્યાખ્યા લોકો સુધી પહોંચાડી : જેણે અવધ ન વાંચ્યું તે ગોટે ચડયા

અમરેલી,કટોકટીના સમયે અવધ ટાઇમ્સે લોકોને સચોટ સમાચાર આપવાની પરંપરા જાળવી રાખી હતી અને શનીવારે સરકારે જાહેર કરેલા અધકચચરરા જાહેરનામામાંથી સાચી મહેનત કરી રવીવારે સવારમાં અવધ ટાઇમ્સે નવા જાહેરનામાનું સાચુ સટીક અર્થઘટન લોકો સુધી પહોંચાડયું હતુ જો કે અમરેલી જિલ્લાના વહીવટી તંત્રએ સરકારના જાહેરનામાનું સાચુ અર્થઘટન કયુર્ં હતુ અને અવધ ટાઇમ્સે દુકાનો ખોલવાની સાચી વ્યાખ્યા લોકો સુધી પહોંચાડી હતી.
પણ જેણે અવધ ન વાંચ્યું તે ગોટે ચડયા હતા અને અધ્ાુરા અહેવાલોે અને પ્રચાર,પ્રસારમાં આવી દુકાનો ખોલી હતી અને બંધ કરવી પડી હતી.