રશિયન કંપની દ્વારા પીપાવાવ શીપયાર્ડ હસ્તગત કરવા હીલચાલ

  • અમરેલી જિલ્લાનો દરિયાકાંઠો ભારતીય કંપનીઓને ફળતો નથી અને વિદેશી કંપનીઓને ફળે છે ત્યારે
  • પીપાવાવ રિલાયન્સ ડિફેન્સ નેવલ શીપયાર્ડ હસ્તગત કરવા રશિયન કંપની અગ્રીમ હરોળમાં
  • રશિયાની યુનાઇટેડ શીપ બિલ્ડીંગ કોર્પોરેશન દ્વારા ભારતીય નૌકાદળ સાથે કરાર કરાયેલ પીપાવાવ શીપયાર્ડની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોરદાર ડીમાન્ડ : પીપાવાવમાં વોર શીપ જહાજ બનાવાય રહયા છે
  • બેંકના કબ્જામાં રહેલ પીપાવાવ શીપયાર્ડના બે માલીક ફરી ચુક્યા છે :શરૂ થાય તો રોજગારી વધશે

રાજુલા,
ગુજરાતમાં અમરેલી જિલ્લાના રાજુલા દરિયાકિનારે આવેલા પીપાવાવ શીપયાર્ડ ને ભારતીય નૌકાદળ સાથે વોર શીપ બનાવવાના કરાર છે અને અતિ મહત્વના આ પ્રોજેક્ટમાં બે ભારતીય કંપનીઓની માલીકી બદલાય ચુકી છે બંને ભારતીય કંપનીઓ આર્થિક રીતના તુટી જતા હાલમાં આ શીપયાર્ડ બેંકના તારણમાં છે આ સમયે રશિયાની યુનાઇટેડ શીપ બિલ્ડીંગ કોર્પોશેન દ્વારા પીપાવાવ શીપ યાર્ડને હસ્તગત કરવાની કાર્યવાહી થઇ રહી હોવાનું જાણવા મળેલ છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદી મીર પુટીન ની નજીક રહેલી રશિયાની તમામ લશ્કરી અને સીવીલીયન જહાજો બનાવતી કંપની યુનાઇટેડ શીપ બિલ્ડીંગ કોર્પોરેશન દ્વારા પીપાવાવ શીપયાર્ડને કબ્જે કરવા માટેની પ્રક્રિયા શરૂ હોવાનું સુત્રો જણાવી રહયા છે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલ આ શીપયાર્ડ વિશાળ શીપ બિલ્ડીંગ યાર્ડ ધરાવે છે અને તેની પાસે હજારો હેક્ટર જમીન છે.
અને આધ્ાુનિક જેટી અને આધ્ાુનિક મશીનરીઓ તથા વિશાળ સંખ્યામાં કર્મચારીઓ કામ કરી રહયા છે આ શીપયાર્ડને તેના સ્થાપક માલીક પાસેથી રીલાયન્સના શ્રી અનીલભાઇ અંબાણીની કંપનીએ ખરીદયુ હતુ પરંતુ તે પણ નુકશાનમાં જતા શીપયાર્ડ બેંકના કબ્જામાં છે અને તેને વેંચવા કાઠયુ હોય ત્યારે દેશ વિદેશની ગ્રીન શીપીંગ કંપનીઓની નજર આ શીપયાર્ડ ઉપર છે જો પીપાવાવ શીપયાર્ડ રશિયન કંપની ખરીદશે તો આ વિસ્તારના બેરોજગારો નોકરી અને રોજગારી પ્રાપ્ત થશે અને ગુજરાતમા જહાજો બનવાનું શરૂ થશે અને ઉદ્યોગ ફરી ધમધમતો થશે.