રશિયાથી મોટા સમાચાર: કોરોનાની બીજી રસીને પણ મંજૂરી આપી

  • રશિયાએ રસીનું નામ EpiVacCorona રાખ્યું છે

કોરોના વાયરસ મહામારીના વધતા પ્રકોપની વચ્ચે રશિયાથી એક સારા સમાચાર આવી રહૃાા છે. જેણે પોતાની બીજી કોરોના વાયરસ રસી રજીસ્ટર્ડ કરી છે. રશિયાએ બીજી રસીનું નામ EpiVacCorona રાખ્યું છે. આપને જણાવી દઇએ કે આ પહેલા રશિયાએ કોરોના વાયરસની પ્રથમ રસી સ્પુટનિક-વીને મંજૂરી આપી હતી, જે વિશ્ર્વવ્યાપી કોવિડ-૧૯ ની પ્રથમ રસી છે.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારના રોજ કેબિનેટ સભ્યો સાથેની એક વીડિયો કોન્ફરન્સ દરમ્યાન EpiVacCorona રસીની જાહેરાત કરી હતી. વ્લાદિમીર પુતિને કહૃાું,  પાસે એક સારા સમાચાર છે. નોવોસિબિર્સ્ક વેક્ટર સેન્ટર એ આજે કોરોના વાયરસની વિરૂદ્ધ બીજી રૂસી રસી રજીસ્ટર્ડ કરી છે.” તેમણે કહૃાું કે આપણે પહેલી અને બીજી રસીનું ઉત્પાદન વધારવાની જરૂર છે. આપણે આપણા વિદેશી ભાગીદારોની સાથે સહયોગ કરવાનું ચાલુ રાખીશું અને વિદેશોમાં આપણી રસીઓને પ્રોત્સાહિત કરીશું. ” સાથો સાથ પુતિને કહૃાું કે ત્રીજી રસી પણ લગભગ તૈયાર જ છે.

રશિયાએ સાઇબિરીયાની વર્લ્ડ ક્લાસ વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટ (વેક્ટર સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેકનોલોજી) ખાતે એપિવાકકોરોના રસી તૈયાર કરી છે. આ રસી સપ્ટેમ્બરમાં માનવ પરીક્ષણનો પ્રારંભિક તબક્કો પૂર્ણ કર્યો હતો અને માનવ પરીક્ષણના પરિણામોને પ્રકાશિત કરવાના બાકી છે. તો રસીના ત્રીજા તબક્કાનું પરીક્ષણ પણ હજુ શરૂ થયું નથી.

રશિયન સરકારે કહૃાું કે નોવોસિબિર્સ્ક વેક્ટર સેન્ટર એ બીજી કોરોના વાયરસ રસી એપિવાકકોરોના રજીસ્ટર્ડ કરી છે. પ્રથમ રશિયન રસી Sputnik- V થી વિપરીત આ રસી સિન્થેટિક વાયરસ પ્રોટીનનો ઉપયોગ કરીને રોગપ્રતિકારક પ્રતિક્રિયાને ટ્રિગર કરે આપે છે, જ્યારે સ્પુટનિક વી અનુકૂલિત એડેનોવાયરસ સ્ટ્રેન્સનનો ઉપયોગ કરે છે.