નવીદિૃલ્હી,તા.૧૫
રશિયા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રશિયાએ કાળા સમુદ્ર પર અમેરિકન ડ્રોનને તોડી પાડ્યું છે. અમેરિકી સેના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રશિયન જેટ અમેરિકન ડ્રોન સાથે અથડાયું અને તેને મારી નાખ્યું. મળતી માહિતી મુજબ, મંગળવારે કાળા સમુદ્રમાં અમેરિકન ડ્રોન અને રશિયન જેટ સામસામે આવી ગયા હતા, જે પછી તેને નીચે લાવવા માટે રશિયન જેટ અમેરિકન ડ્રોન સાથે અથડાયું હતું અને ડ્રોનના પ્રોપેલરને નુકસાન થયું હતું. કહેવામાં આવી રહૃાું છે કે આ ઘટના બાદૃ બંને દૃેશોની સેનાને એલર્ટ કરી દૃેવામાં આવી છે. સીએનએનના અહેવાલ મુજબ, ઘટનાથી પરિચિત એક યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે, એક રશિયન ફાઇટર જેટે યુએસ એરફોર્સના સ્ઊ-૯ રીપર ડ્રોનના પ્રોપેલરને નુકસાન પહોંચાડ્યા બાદૃ મંગળવારે કાળા સમુદ્ર પર ડ્રોનને તોડી પાડ્યું હતું. અમેરિકી અધિકારીના જણાવ્યા અનુસાર, અમેરિકન રીપર ડ્રોન અને બે રશિયન ફાઇટર જેટ જીેં-૨૭ કાળા સમુદ્રની ઉપર આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભ્રમણ કરી રહૃાા હતા ત્યારે એક જેટ ઇરાદૃાપૂર્વક ડ્રોનની સામે આવ્યું અને તેલ છાંટવાનું શરૂ કર્યું. અધિકારીએ કહૃાું કે આ પછી એક જેટે રીપર ડ્રોનના પ્રોપેલરને નુકસાન પહોંચાડ્યું, જે ડ્રોનની પાછળ જોડાયેલ હતું. પ્રોપેલરને નુકસાન થતાં જ યુએસ આર્મીને રીપરને નીચે લાવવાની ફરજ પડી હતી. તમને જણાવી દૃઈએ કે કાળા સમુદ્રની સરહદૃો રશિયા અને યુક્રેન સાથે મળે છે. આવી સ્થિતિમાં બંને દૃેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અહીં પણ તણાવ છે. યુદ્ધ દૃરમિયાન સામાન્ય રીતે રશિયન અને અમેરિકન એરક્રાટ અહીં ચક્કર લગાવતા જોવા મળે છે, પરંતુ આવો કિસ્સો પહેલીવાર સામે આવ્યો છે. આ ઘટના પર યુએસ એરફોર્સે એક નિવેદૃન બહાર પાડીને રશિયન એરક્રાટ પર “બેદૃરકારી અને અનપ્રોફેશનલ રીતે કામ” કરવાનો આરોપ લગાવ્યો છે. રિપોર્ટ અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને પણ આ ઘટનાની જાણકારી આપવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદૃના સંચાર સંયોજક જ્હોન કિર્બીના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ જો બિડેનને મંગળવારે સવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન દ્વારા આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી.