રશિયાની કોરોના રસીની પોઝિટિવ ઇફેક્ટ: ઓક્સફર્ડે પણ શુભ સંકેત આપ્યા

  •   સ્પૂતનિક-૫નો ડોઝ ૮૫ ટકા વોલેન્ટિયર્સમાં કોઇ આડ અસર થઇ નહિ
  • ઓક્સફર્ડની ટ્રાયમાં વેક્સિનની મદદથી યુવાઓ, વૃદ્ધોની ઇમ્યુન સિસ્ટમ વિકસિત અને મજબૂત થઇ

     

કોરોના વાયરસ શિયાળાની ઋતુમાં વધારે ઘાતક સાબિત થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકા અને ફ્રાંસ જેવા દેશોમાં કોરોનાના કેસો વધી રહૃાાં છે. આ દરમિયાન કોરોના વેક્સીનને લઈને સારા સમાચાર આવ્યા છે. એક નહીં બબ્બે વેક્સીનને લઈને સારા સમાચાર આવ્યા છે.

એક રશિયા દ્વારા વિકસીત કરવામાં આવેલી સ્પૂતનિક-૫એ કમાલ કરી છે. સ્પૂતનિક-૫ના ટ્રાયલમાં ૧૦૦માંથી ૮૫ ટકા વોલિન્ટિયર્સ પર કોઈ જ આડ અસર જોવા મળી નથી. માત્ર ૧૫ ટકા લોકોને જ માથુ દુ:ખવાની અને સામાન્ય તાવની અસર જણાઈ છે. જ્યારે બ્રિટનની ઓક્સફર્ડની યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોનાની વેક્સીન પણ કમાલ દેખાડી રહી છે.

તાજેતરમાં વોલેન્ટિયર્સને સ્પૂતનિક -૫નો ડોઝ આપવામાં આવ્યો હતો. તેમાં ૮૫ ટકા વોલેન્ટિયર્સમાં કોઈ જ આડ અસર જોવા મળી નથી. વેક્સીનને ડેવલપર્સે આ બાબત જાહેર કરી છે. રશિયાની સ્પૂતનિક-૫ વેક્સીનને મોસ્કોના ગામાલયા રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એપિડિમિયોલોજી અને માઈક્રોબાયોલોજીની સાથે મળીને વિકસિત કરવામાં આવી છે. તેની જાહેરાત ફાયનલ ટ્રાયલ પહેલાં ઓગસ્ટમાં કરાઈ હતી. ફાઈનલ ટ્રાયલમાં ૪૦,૦૦૦ વોલેન્ટિયર્સ સામેલ છે અને તેમાંથી ૧૦,૦૦૦ને પ્લાસેબો આપવાની જાણકારી છે.

સ્પૂતનિક-૫થી સામાન્ય તાવ, માથું દુ:ખવું અને સ્નાયુઓમાં દર્દની સમસ્યાઓ થઈ હોવાનું સામે આવ્યુ છે. આ સાઈડ ઈફેક્ટમાં ૧૫ ટકા લોકોનો સમાવેશ થયો છે. જ્યારે ૮૫ ટકામાં કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી. આ સિવાય વેક્સીન આપ્યા બાદ પણ તેમનામાં કોઈ ફરિયાદ જોવા મળી નથી.

ઓક્સફર્ડની યુનિવર્સિટી દ્વારા વિકસીત કરવામાં આવેલી એસ્ટ્રેજેનેકા કોરોના વેક્સીન ટ્રાયલ કર્યું છે તેઓએ શુભ સંકેત આપ્યા છે. વેક્સીનની મદદથી યુવાઓ નહીં પણ વૃદ્ધોની પણ ઈમ્યુન સિસ્ટમ વિકસીત થઈ છે અને તે મજબૂત બની રહી છે જે કોરોનાની સારવારમાં સફળ રહી છે. કંપનીએ એક નિવેદનમાં કહૃાું છે કે, આ સારું પરિણામ છે અને યુવા અને વૃદ્ધ બંનેમાં ઈમ્યુનિટીને લઈને સરખો રિસ્પોન્સ મળી રહૃાો છે. જે વૃદ્ધોની પ્રતિક્રિયા પહેલાંથી ઓછી હતી તેમની પર ખતરો વધે છે પણ ટ્રાયલ સફળ રહૃાું છે. આ પરિણમ આગળ જઈને એઝેડડી૧૨૨૨ના સારા પરિણામ આપી શકે છે.