રશિયાની કોરોના વેક્સિનથી અંદાજે ૧૪ ટકા લોકોમાં સાઇડ ઇફેક્ટ જોવા મળી

  • આ ખુલાસો રૂસના સ્વાસ્થ્ય મંત્રી મિકાઇલ મુરાશકોએ કર્યો

રશિયાની કોરોના વાયરસ રસી Sputnik V  એક વખત ફરીથી ચર્ચાનું કેન્દ્ર બની છે. રસી લેનાર દર સાતમાંથી એક વોલેન્ટિયરમાં તેની સાઇડ ઇફેકટર જોવા મળી રહી છે. આ ખુલાસો ખુદ રૂસના સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશકો એ કરી છે. મુરાશકો એ મોસ્કો ટાઇમ્સને આપેલા પોતાના એક નિવેદનમાં કહૃાું કે રસી લેનાર અંદાજે ૧૪ ટકા લોકોમાં તેની સાઇડ ઇફેકટ જોવા મળી છે.

મોસ્કો ટાઇમ્સે સ્વાસ્થ્ય મંત્રીના હવાલે કહૃાું કે સાતમાંથી એક વ્યક્તિ એ કોરોના વાયરસની રસી લીધા બાદ નબળાઇ અને માંસપેશીઓમાં દુ:ખાવો જેવી સાઇડ ઇફેકટની ફરિયાદ કરી. જો કે મુરાશકોનું કહેવું છે કે આ સાઇડ ઇફેકટની પહેલેથી જ માહિતી હતી અને તેઓ બીજા જ દિવસે સ્વસ્થ થઇ ગયા હતા.

આ રસીના ક્લિનિકલ ટ્રાયલની શરૂઆતના પરિણામ ૪ સપ્ટેમ્બરના રોજ દ લેંસેટ જર્નલમાં પ્રકાશિત કરાયા હતા. ૭૬ લોકોને આ રસી બે ભાગમાં આપવામાં આવી હતી. પરિણામ એ આવ્યું કે Sputnik V સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ૨૧ દિવસમાં વોલેન્ટિયર્સના શરીરમાં તેની કોઇપણ ગંભીર સાઇડ ઇફેકટર વગર એન્ટીબોડી બની છે.

જો કે ‘ધ લેંસેટમાં રસીની સાઈડ ઇફેકટ અંગે પણ કહેવામાં આવ્યું હતું. તેના મતે સાઇડ ઇફેકટમાં ૫૮ ટકા લોકોએ ઇંજેકશન આપવાની જગ્યા પર દુ:ખાવાની ફરિયાદ કરી. તો ૫૦ ટકા લોકોએ વધુ તાવ, ૪૨ ટકા લોકોએ માથાનો દુ:ખાવો, ૨૮ ટકા લોકોએ નબળાઇ અને ૨૪ ટકા લોકોએ માંસપેશીઓમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી.

લેંસેટમાં છપાયેલ અભ્યાસમાં કહૃાું છે કે રસી લેનાર ૪૨ દિૃવસની અંદર વોલેન્ટિયર્સમાં જોવા મલેલા લક્ષણ ખૂબ જ મામૂલી હતા અને તેમાં કોઇ ગંભીર સાઇડ ઇફેકટ જોવા મળી નથી. સ્ટડીના લેખકોનું કહેવું છે કે આવી સાઇડ ઇફેકટ દરેક રસી બાદ જોવા મળે છે. થોડાંક જ દિવસ પહેલાં ૫૦ વૈજ્ઞાનિકોએ રશિયાની રસીની સુરક્ષા પર શંકા ઉભી કરતાં લેંસેટ મેગેઝીનને એક ખુલ્લી ચિઠ્ઠી લખી હતી. ત્યારબાદ મેગેઝીને સ્ટડીના લેખકોને વૈજ્ઞાનિકોના પ્રશ્ર્નોના જવાબ આપવા માટે કહૃાું હતું.

ભારતના લોકો માટે રૂસની વેકસીનને લઇ વાતચીત ચાલુ છે. તો થોડાંક દિવસ પેહલાં રશિયન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એ ભારતીય કંપની ડૉકટર રેડ્ડીને ૧૦ કરોડ રસીના ડોઝ આપવા માટે કરાર સાઇન કર્યો છે.

વૈક્સીન સપ્લાયની આ પ્રક્રિયા ટ્રાયલ પૂરો થયા બાદ વર્ષના અંત સુધીમાં શરૂ કરાશે. આ રસીને મંજૂરી આપતા પહેલાં ભારતમાં પણ લોકો પર તેનું ક્લિનિકલ ટ્રાયલ કરાશે.