રશિયાની કોરોના વેક્સિનનુ મોટા પાયે પરીક્ષણ કરવાની મંજૂરી ભારતે ના આપી

કોરોના સામે રશિયાની વેક્સિન સ્પુતનિક-વીની મોટા પાયે ટ્રાયલ કરવાની પરવાનગી આપવાનો ભારતે ઈનકાર કરી દીધો છે.
આ વેક્સિનની અસર જાણવા માટે દવા કંપનીએ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન પાસે મંજૂરી માંગી હતી.જોકે આ મંજૂરી આપવાનો પ્રસ્તાવ સ્વીકારાયો નથી.એજન્સીએ કહૃાુ છે કે, પહેલા નાના પાયે તેની ટ્રાયલ હાથ ધરવામાં આવે અને પછી તેના પર આગળ વિચારણા કરશે.સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશનના નિષ્ણાતોનુ માનવુ છે કે, વિદૃેશમાં પણ આ વેક્સિનના શરુઆતી ડેટા અને સંશોધન બહુ નાના પાયા પર હાથ ધરાયા છે અને રસી માટે ભારતની ભાગીદાર દવા કંપની પાસે તેના કોઈ ઈનપુટ પણ નથી.
જોકે ભારત સરકારના ઈનકાર બાદ રશિયાની તૈયારીઓેને ઝાટકો વાગ્યો છે.કારણકે રશિયાજ્યાં કોરોનાના નવા કેસ બહુ વધારે હોય એવા દૃેશમાં વેક્સિનને એપ્રૂવલ મળે તેમ ઈચ્છી રહૃાુ છે.એવુ મનાય છે કે, ભારત બહુ જલ્દી અમેરિકાને પાછળ છોડીને સંક્રમણના મામલામાં દૃુનિયામાં નંબર વન પર આવી જશે.
સ્પુતનિક-વી નામની વેક્સિન માટે ભારતની એક દવા કંપનીએ રશિયા સાથે કરાર કર્યા છે.રશિયામાં મોટા પાયે વેક્સિનનુ પરીક્ષણ કરાયુ છે અને તેના પ્રભાવ અને સેફટીને લઈને સવાલો પણ ઉઠયા છે.