રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક-વીના ત્રીજા તબક્કાનું પરીક્ષણ ઓક્ટોબરથી કરાશે

રશિયાની કોરોના વાઈરસ વેક્સિન પર ઉઠી રહેલા પ્રશ્ર્નો વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયા કોવિડ-૧૯ વેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ ફિલિપાઈન્સમાં ઓક્ટોબરથી માર્ચ વચ્ચે થશે. ફિલિપાઈન્સ રાષ્ટ્રપતિના પ્રવક્તા હેરી રોકેએ ગુરૂવારે કહૃાુ કે રશિયાની કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ ઓક્ટોબરથી માર્ચ સુધી ફિલિપાઈન્સમાં થશે.
આ સમાચાર એટલા માટે મહત્વના છે કે કેમ કે રશિયાએ ત્રીજા તબક્કાના ટ્રાયલ પહેલા જ કોરોના વેક્સિન વિકસિત કરી લેવાની જાહેરાત કરીને પૂરી દૃુનિયાને હેરાન કરી દીધી છે. જોકે, વેક્સિનના ત્રીજા તબક્કાનુ ટ્રાયલ બાકી હોવાના કારણથી સમગ્ર દૃુનિયામાં આને લઈને પ્રશ્ર્ન ઉભા થઈ રહૃાા છે.
એક અખબાર અનુસાર પ્રવક્તાએ એ પણ કહૃાુ રશિયાની સરકાર વેક્સિનના ટ્રાયલ માટે ફંડ આપશે. વેક્સિનની દક્ષતા અને સુરક્ષાની તપાસ માટે હજારો દર્દીઓને રસી આપવામાં આવશે.
પ્રવક્તાએ કહૃાુ કે મનીલાને આશા છે કે ફિલિપાઈન્સનુ ખાદ્ય અને ઔષધિ વહીવટીતંત્ર એપ્રિલ ૨૦૨૧ સુધી રશિયા દ્વારા નિર્મિત વેક્સિનને મંજૂરી આપી દૃેશે. આ વેક્સિનને રશિયાની ગમાલયા શોધ સંસ્થા અને રક્ષા મંત્રાલયે મળીને તૈયાર કરી છે. આ વેક્સિનનું નામ જીેંહૈા ફ છે, જેનું પંજીકરણ મંગળવારે થયુ. રશિયા રાષ્ટ્રપતિ પુતિને આનુ એલાન કર્યુ અને કહૃાુ કે આ વેક્સિન તમામ જરૂરી તપાસ પ્રક્રિયામાંથી પસાર થઈ છે.
કોરોનાની આ રસીનું નામ રશિયાએ ૧૯૫૭ના વર્ષમાં બનાવેલા પ્રથમ ઉપગ્રહ સ્પુતનિક ૧ ઉપરથી આપ્યું છે. રશિયાના અધિકારીઓએ જણાવ્યું કે રશિયા વિદૃેશી બજારમાં ‘સ્પુતનિક વી નામથી માકેટીંગ કરશે. રશિયાના જણાવ્યા પ્રમાણે સૌથી પહેલા સ્વાસ્થ્યકર્મીઓને આવતા મહિને રસી આપવાની શરુઆત કરવામાં આવશે. ત્યારબાદ સિનિયર સિટિઝનને રસી આપવામાં આવશે.