રશિયામાં મહિલાના મોઢામાંથી સાપ નીકળતા ખળભળાટ મચ્યો

રશિયાના ડેગેસ્ટનમાં એક મહિલાના મોઢામાંથી ડોક્ટરોએ ચાર ફુટ લાંબો સાપ કાઢ્યો. મહિલા સોમવારે પેટમાં દર્દૃ થવાની ફરિયાદની સાથે હોસ્પિટલમાં પહોંચી હતી. ડોક્ટરોને શરૂઆતમાં એ વાતનો ખ્યાલ ન આવ્યો કે મહિલાને શાં માટે દૃુખાવો થઈ રહૃાો છે. તપાસ બાદ ડોક્ટરોને એ વાતનો ખ્યાલ આવ્યો કે મહિલાના પેટમાં કોઈ ઝેરી ચીજ છે. પછીથી ડોક્ટર્સે મહિલાને બેભાન કરીને મોઢામાં ટયુબ નાંખીને તે ચીજને બહાર કાઢવાનું શરૂ કર્યું. બહાર કાઢ્યા પછી ખબર પડી કે મહિલાના પેટમાં સાંપ હતો.
મહિલાના મોઢામાંથી સાંપ કાઢવાની સમગ્ર પ્રોસેસનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યો છે, જે વાઈરલ થઈ રહૃાો છે. વાઈરલ વીડિયોમાં ડોક્ટર્સ મહિલાના મોઢામાંથી સાપ કાઢતા દૃેખાઈ રહૃાાં છે. પેટમાંથી સાંપ બહાર આવવાને કારણે સારવારમાં જોડાયેલી એક મહિલા ડોક્ટર ગભરાઈને પાછળ ખસી જાય છે. પછીથી સાંપને એક મેડિકલ બકેટમાં નાંખી દૃેવામાં આવે છે.
મહિલા તેના ઘરની બહાર ગાર્ડનમાં સૂઈ રહી હતી. સૂતી વખતે તેનું મોઢું ખુલ્લુ રહી ગયું હતું. મોઢામાંથી સાપ તેના પેટમાં પહોંચી ગયો. સવારે ઉઠ્યા પછી તેને પેટમાં દૃુખાવો થવા લાગ્યો અને પછી તેણે ડોક્ટર્સની મદદ લીધી. જોકે હજી સુધી એ વાતનો ખ્યાલ આવ્યો નથી કે આ સાપ કયો હતો ? અને પેટમાંથી બહાર કાઢવામાં આવ્યા પછી તે જીવતો છે કે નથી. જે મહિલાના પેટમાંથી સાંપ નીકળ્યો તેની ઓળખ બહાર આવી નથી. ડેલી મેલના રિપોર્ટ મુજબ, ડેગેસ્ટન અને તેની આસપાસના ગામડાઓમાં મોટાભાગે આવી ઘટનાઓ બને છે. લોકોને અહીં ઘરની બહાર ન સુવાની સલાહ પણ આપવામાં આવે છે.