રશિયા આવતાં અઠવાડિયે વિશ્ર્વની પહેલી કોરોના વેક્સીનની નોંધણી કરશે

વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં ૧૦૦ ટકા સફળ રહી
રશિયા દ્વારા તૈયાર કરાયેલી વેક્સીન વિશે કોઇ માહિતી નથી: વિશ્ર્વ સ્વાસ્થ સંગઠન

રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ કહૃાું છે કે રશિયાની વેક્સિન ટ્રાયલમાં સફળ થઈ રહી છે અને હવે ઑક્ટોબર મહિનાથી દૃેશમા બહોળા પ્રમાણમાં લોકોના વેક્સિનેશનનો પ્રોગ્રામ શરૂ થશે. તેમણે કહૃાું કે વેક્સિન લગાવવાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. તો ઉપ-સ્વાસ્થ્ય મંત્રી ઓલેગ ગ્રિદૃેનેવે કહૃાું કે રશિયા ૧૨ ઑગષ્ટના દૃુનિયાની પહેલી કોરોના વેક્સિનને રજિસ્ટર કરાવશે. જો આવું થયું તો તે ચમત્કાર જ ગણાશે, કારણે કે કોરોનાનો સામનો કરી રહેલી દૃુનિયાને હજુ સુધી કોરોના વેક્સિન મળી નથી. ત્યારે રશિયા તરફ હવે સૌની નજર છે. ગ્રિદૃનેવે ઊફા શહેરમાં કહૃાું કે, વેક્સિનનું ત્રીજુ ચરણ ચાલી રહૃાું છે. આ પરીક્ષણ અત્યંત મહત્વપૂર્ણ છે. આપણે એ સમજવાનું રહેશે કે આ વેક્સિન સુરક્ષિત રહે. મેડિકલ પ્રોફેશનલ અને વરિષ્ઠ નાગરિકોને સૌથી પહેલા કોરોના વાયરસની રસી લગાવવામાં આવશે.”
મંત્રીએ કહૃાું કે આ વેક્સિનની અસરકારકતા ત્યારે આંકવામાં આવશે જ્યારે દૃેશની જનસંખ્યામાં રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત થઈ જશે. આ પહેલા રશિયાએ કહૃાું હતુ કે તેની કોરોના વાયરસ વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં ૧૦૦ ટકા સફળ રહી છે. આ વેક્સિનને રશિયા રક્ષા મંત્રાલય અને ગમલેયા નેશનલ સેન્ટર ફૉર રિસર્ચે તૈયાર કરી છે. રશિયાએ કહૃાું કે ક્લિનિકલ ટ્રાયલમાં જે લોકોને આ કોરોના વેક્સિન લગાવવામાં આવી તે તમામમાં જીછઇજી-ર્ઝ્રફ-૨ વિરુદ્ધ રોગપ્રતિકારક ક્ષમતા જોવા મળી છે. આ ટ્રાયલ ૪૨ દિૃવસ પહેલા શરૂ થયો હતો.
જોકે વિશ્ર્વ સ્વાસ્થ સંગઠને રશિયાની કોરોના વેક્સીનને લઇને ચેતવણી જાહેર કરી છે કારણ કે સંગઠનનુ કહેવુ છે કે રશિયા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વેક્સીનને લઇને તેની પાસે કોઇ સત્તાવાર જાણકારી નથી. જ્યારે રશિયન સરકાર હવે ટીકાકરણની તૈયારીઓમાં લાગી ગઇ છે.