રસાયણનું નોબલ પુરસ્કાર બે મહિલા વૈજ્ઞાનિક ઇમન્યુઅલ અને જેનિફરને મળશે

  • ડીએનએમાં ફેરફાર કરી ગંભીર રોગની સારવાર થશે

    સ્વીડનની નોબલ સમિતિએ બે મહિલા વૈજ્ઞાનિક ઈમન્યુઅલ કારપેન્ટર (ફ્રાન્સ મૂળની પ્રોફેસર) અને જેનિફર ડોડના (અમેરિકા)ને રસાયણનું નોબલ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે. બન્ને વૈજ્ઞાનિકોએ જેનેટિક સીરીઝમાં મહત્વની શોધ કરી છે. તેના દ્વારા પશુઓ, છોડ, માઈક્રોઓર્ગેનિઝમના DNAમાં ફેરફાર કરી ગંભીર રોગની સારવાર શક્ય બનશે. ૫ ઓક્ટોબરના રોજ મેડિસિન અને ૬ ઓક્ટોબરના રોજ ફિઝિક્સના નોબલ એવોર્ડની જાહેરાત કરાઈ હતી.
    ઈમન્યુઅલ કારપેન્ટર અને જેનિફર ડોડનાએ CRISPR/Cas9 નામનું ટૂલ વિકસિત કર્યું છે. જેને જેનેટિક સીઝર્સ નામ આપ્યું છે. તેનાથી પશુઓ, છોડ અને સૂક્ષ્મ જીવોના DNAમાં ફેરફાર કરી શકાશે. તેનાથી કેન્સર જેવી ગંભીર અને જેનેટિક બીમારીઓની સારવાર કરી શકાશે.
    કારપેન્ટર બર્લિન સ્થિત મેક્સ પ્લાંક યૂનિટ ફોર સાયન્સ પેથોજન્સની ડાયરેક્ટર અને ડોડના યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં કાર્યરત છે.