રસ્તા પર સુતા મા દીકરાને જોઈ ભાવૂક થયો સોનુ સૂદ

  • કાલે આમનાં માથે છત હશે : સોનુ સૂદ
  • અંકિત નામનાં વ્યક્તિએ સોનુ સૂદને ટેગ કરી મદદ માંગી
    બોલિવુડનો જાણીતો એક્ટર સોનુ સૂદ તેનાં સારા કામો માટે ઘણી વખત ચર્ચામાં રહે છે. તેણે લોકડાઉન દરમિયાન અન્ય શહેરમાં ફસાયેલાં પ્રવાસી મજૂરોને તેમનાં ઘરે પહોંચાડ્યાં હતાં. સોનુ સૂદૃે ન ફક્ત બસની વ્યવસ્થા કરી હતી પણ અલગ અલગ રાજ્યોમાં પ્રશાસનથી પરવાનગી લીધી હતી. જરૂરિયાતમંદો માટે રસ્તા પર ઉતરીને કામ કરનારા સોનુ સૂદૃે ફરી એખ વખત એક મજબૂર મહિલા અને બાળકોની મદદ કરવાનો વાયદો કર્યો છે. આ મહિલાની હાલત ખૂબ જ લાચાર છે તે ફૂટપાથ પર મજબૂર છે. સોનુએ તેનાં ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ રીટ્વિટ કરી હતી. જેમાં અંકિત રાજગઢિયા નામનાં એક વ્યક્તિએ સોનુ સૂદને ટેગ કરી તેની મદદ માંગી હતી. આ વ્યક્તિએ ટ્વિટમાં લખ્યું હતું કે, ’સર આ મહિલાનાં પતિનું નિધન થઈ ગયુ છે. બિહારનાં પટનામાં રહેતી હતી મકાન માલિકે તેને ઘરમાંથી કાઢી મુકી છે. એક મહિનાથી રસ્તાનાં કિનારે પડી છે. ૨ નાના બાળકો ભૂખથી તડપી રહૃાાં છે. મદદ કરો આપ. સરકાર પાસેથી આમને કોઈ જ આશા નથી.’
    આ પોસ્ટ જોઇને સોનુ સૂદ ભાવુક થઈ જાય છે. અને તેણે રીટ્વિટ કરી છે કે, ’કાલે આ પરિવારનાં માથે છત હશે. અને આ બાળકો માટે એક ઘર જરૂર હશે. સોનૂનાં આ રીતે અસહાય મહિલા અને તેનાં ભુખ્યા બાળકોને જોઈને બાળકોની મદદ કરવાનો વાયદો કર્યો છે.
    એક વખત ફરીથી સોશિયલ મીડિયા પર સોનુ સૂદનાં ભરપેટ વખાણ થઇ રહૃાાં છે. તમામ તેનાં આ સારા કામ માટે તેનો આભાર વ્યક્ત કરી રહૃાાં છે.
    આપને જણાવી દઇએ કે, સોનુ સૂદ આ પહેલાં પણ ન ફક્ત રસ્તા પર ઉતરીને પણ સોશિયલ મીડિયા પર મદદ માંગતા રહેતા તમામ લોકો સુધી સહાયતા પહોંચાડે છે. તેણે આ રીતે ઘણાં લોકોની મદદ કરી છે અને સુરક્ષિત તેનાં ઘરે પહોચાડ્યાં છે.