રહસ્ય… રોમાંચ… અને પ્રણયનો ત્રિવેણી સંગમ એટલે બાગડ-બિલ્લા

અમદાવાદ, માધવ મોશન પિક્ચરનાં બેનર તળે બનેલી ગુજરાતી ફિલ્મ બાગડ-બિલ્લા’ ના નિર્માતા ભાવિન માંડવિયા અને જીજ્ઞેશ મડિવિયા છે. રહસ્ય… રોમાંચ અને પ્રણયનાં સંગમ સ્વરૂપ ફિલ્મ બાગડ-બિલ્લા’ ના લેખક-ભાવિન માંડવિયા અને મૌલીન પરમાર છે. ફિલ્મમાં ચેતન ધનાણી,જોલી રાઠોડ, ઓજસ રાવલ, ચેતના દૈયા અને દિનેશલાંબા જેવા કલાકારોને અનુભવ સિધ્ધ ડિરેક્ટર સચિન બ્રહ્મભટ્ટે ડિરેક્ટ કર્યા છે. મૌલીન પરમારનાં ગીતોને પ્રજવલ, પરમ, વૃષાંકનાં સંગીતમાં જીગરદાન ગઢવી, જોલી રાઠોડ અને ચેતન ધનાણીએ સ્વર આપ્યો છે. બાગડ-બિલ્લા’ ફિલ્મ એક કેબ ડ્રાઈવર ચિરંજીવ ઉર્ફ ચિરુને એક છોકરી મળે છે અને એની સાથે પ્રેમ થઈ જાય છે, એક રાત્રે તે આફતમાં ફસાય છે અને શરૂ થાય છે રહસ્ય…. રોમાંચ….. ને પ્રણયની અણધારી કહાની. કથા-નિર્માણ ને દિગ્દર્શનની કસોટીમાંથી સફળતા પૂર્વક પસાર થઈ બાગડ-બિલ્લા’ આ દિવાળીના તહેવારોનાં મનોરંજન રૂપી બોનસ આપવા તૈયાર છે.