રહસ્ય સચિવ સ્ટેનોગ્રાફરની પરીક્ષા રદ કરવા લેખિત રજુઆત કરાઈ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રહસ્ય સચિવ માટે ગત ૨૬ ઓગસ્ટના રોજ પરીક્ષાનુ આયોજન કરાયુ હતુ. પરંતુ પરીક્ષામા એકને ગોળ અને બીજાને ખોળ જેવી સ્તિથિ ઉભી કરવાનો ઉમેદવારો દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે. ઉમેદવારોને માત્ર એક પેડના આધારે પરીક્ષા પાસ કરવી પડે તેવી સ્થિતિ ઉભી કરી હતી. તે ઉપરાંત વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, એક જ દિવસમાં પરીક્ષામા બે બેંચ પાડીને અલગ અલગ પેરેગ્રાફ આપવામા આવ્યા હતા. ત્યારે આ પરીક્ષાને રદ કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.સરકારી નોકરી માટે ઉમેદવારો રાત દિવસ એક કરી રહૃાા છે. અથાગ મહેનત બાદ પણ પરીક્ષા આયોજકોની ભુલના કારણે અનેક ઉમેદવારોનુ સરકારી કર્મચારી બનવાનુ સ્વપ્ન રોળાઇ જાય છે. ગત ૨૬ ઓગસ્ટના રોજ જીપીએસસી દ્વારા રહસ્ય સચિવની જગ્યા માટે ગુજરાતી સ્ટેનોની પરીક્ષા લેવામા આવી હતી. જેમા જીપીએસસી દ્વારા વિસંગતતા ઉભી કરવામા આવી છે. જેને લઇને પરીક્ષા આપનાર ઉમેદવારો દ્વારા પરીક્ષા જ રદ કરવાની માંગ કરવામા આવી છે. જેને લઇને રાજ્યપાલથી લઇને વિપક્ષ નેતા વિધાનસભાને લેખિત રજૂઆત કરી છે. પરીક્ષા આપનાર ઉમેદવાર મેહુલકુમાર ચૌધરીએ કહૃાુ હતુ કે, વર્ષ ૨૦૧૫-૧૬મા બે દિવસમાં એક સમાન પેરેગ્રાફ સાથે પરીક્ષા લીધી હતી. જ્યારે ગત ૨૬મીએ પરીક્ષા લેવામા આવી છે, તેમા એક દિવસમાં બે પેરેગ્રાફ આપવામા આવ્યા હતા. જેમા કેટલાક ઉમેદવારોને નુકશાન થઇ શકે છે. તે ઉપરાંત બેઠક વ્યવસ્થા સંપૂર્ણ પણે ખાડે ગયેલી જોવા મળી હતી.ઉમેદવારોને બેસવા માટે યોગ્ય બેંચ પણ ફાળવી ન હતી. પ્રતિ મિનીટમા ઉમેદવારે ૯૦ શબ્દૃો લખવાના હોય છે. પરંતુ ઉમેદવારોને લખવા માટે યોગ્ય વ્યવસ્થા કરાઇ ન હતી, ત્યારે કેવી રીતે ઉમેદવાર પરીક્ષાનુ પેપર પુરુ કરી શકે ?. આ બાબતે ઉમેદવારો દ્વારા મુખ્યમંત્રી, રાજ્યપાલ, વિધાનસભા અધ્યક્ષ, મુખ્ય સચિવ, ચેરમેન જીપીએસસી સહિતને પરીક્ષા રદ કરવા લેખિત રજુઆત કરી છે. જ્યારે પરીક્ષા રદ કરવામા નહિ આવે તો આગામી સમયમાં નવુ આંદોલન ઉભુ થાય તેવા એંધાણ જોવા મળી રહૃાા છે.