રહાણે ત્રણ ટેસ્ટ જીતી ધોનીના રેકોર્ડની બરાબરી કરી

રહાણેએ એક રેકોર્ડ પણ બનાવ્યો છે. તે ત્રણ ટેસ્ટમાં કેપ્ટન રહી ચૂક્યો છે અને ત્રણેય જીત્યો છે. આવું કરનાર તે બીજો ભારતીય કેપ્ટન બની ગયો છે.

તેણે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના રેકોર્ડની બરોબરી કરી છે અને વિરાટ કોહલીને પાછળ છોડી દોધો છે. પહેલા આ રેકોર્ડ ધોનીના નામે હતો. ધોનીએ કેપ્ટન તરીકે શરૂઆતની ત્રણેય ટેસ્ટમાં ભારતને જીત અપાવી હતી.