રાંઢીયાની સીમમાં હાથફેરો કરનાર ત્રણ ઝડપાયા

અમરેલી, અમરેલી તાલુકાના, રાઢીયાથી લુણીધાર તરફ જવાના રસ્તે પોપટભાઇ વિરજીભાઇ ઉધાડ, ઉ.વ.65, રહે.રાઢીયા, તા.જિ.અમરેલી વાળાની બુટવાળુ નામની વાડી આવેલ છે. ગઇ તા.06/05/2022 નાં રાત્રીના સમયે કોઇ અજાણ્યા ઇસમોએ આ વાડીમાં પ્રવેશ કરી, વાડીના મકાનમાં રાખવામાં આવેલ આશરે 80 મણ લસણ કિં.ર.40,000/- ની ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે પોટપભાઇએ ફરીયાદ આપતાં, અજાણ્યા આરોપી વિરૂધ્ધ અમરેલી તાલુકા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.રનં 11193004220417/2022 આઇ.પી.સી. કલમ 379, 457 મુજબનો ગુને રજી. થયેલ હતો.
અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કર મટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમને મળેલ બાતમી હકિકત આધારે અમરેલી, સાવરકુંડલા બાયપાસ રોડ ઉપરથી ત્રણ શખ્સો સુનીલ વિરજીભાઇ સોલંકી, ઉ.વ.37, રહે.રાજકોટ, આજીડેમ ચોકડી ઊ102એ આનંદનગર, તા.જિ.રાજ કોટ મુળ રહે.નાની ફાફણી, તા.કોડીનાર, જિ.ગીર સોમનાથ, અજય નાથાભાઇ સોલંકી, ઉ.વ.19, રહે.રાજકોટ, આજીડેમ ચોકડી, ઊગ12એ આનંદનગર, તા.જિ. રાજકોટ, પ્રવિણ ચંદુભાઇ સોલંકી, ઉ.વ. 19, રહે.રાજ કોટ, આજીડેમ ચોકડી ઊ120 આનંદનગર, તા.જિ.રાજકોટ મુળ રહે.વાંકીયા, તા.જિ.અમરેલીને પીકઅપ વાહન સાથે ઉપરોકત ચોરીમાં ગયેલ મુદ્દામાલનું લસણની હેરફેર કરતા પકડી પાડવામાં સફળતા મળેલ છે.પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી તાલુકા પો.સ્ટે.માં સોંપી આપેલ છે.લસણ 20 મણ કિં.રૂ.10,000/- તથા ખાલી બારદાન (ગુણી) નંગ – 25, કિં.ર.00/- તથા મોબાઇલ ફોન નંગ 1 કિં.ર.500/- તથા પીકઅપ વાહન (રજી. નંબર આવેલ નથી) કિ.રૂ.7,00,000/- મળી મળી કુલ કિં.રૂ. 7,10, 500/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.