રાજકુમાર રાવ અને હુમા કુરેશી વેબ ફિલ્મ ‘મોનિકા, ઓ માય ડાર્લિંગમાં સાથે જોવા મળશે

રાજકુમાર રાવ અને હુમા કુરેશી નેટલિક્સની ફિલ્મ ‘મોનિકા, ઓ માય ડાર્લિંગમાં સાથે જોવા મળશે. ૧૯૭૧ની ફિલ્મ ‘કારવાંમાં હેલન પર પિક્ચરાઇઝ્ડ કેબ્રે આઇટમ નંબર પરથી આ ફિલ્મનું નામ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મને વાસન બાલા દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે કે જેમણે ક્રિટિક્સની પ્રશંસા મેળવનારી ‘મર્દ કો દર્દ નહીં હોતાને ડિરેક્ટ કરી હતી.

આ વેબ ફિલ્મ ‘મોનિકા, ઓ માય ડાર્લિંગને મેચબોક્સ પિક્ચર્સ બેનર હેઠળ શ્રીરામ રાઘવન અને સંજય રૌટ્રે દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે. હજી સુધી આ ફિલ્મની સ્ટોરી અને એનાં કૅરૅક્ટર્સ વિશેની માહિતી બહાર આવી નથી.

‘લુડો અને ‘ધ વ્હાઇટ ટાઇગર બાદ રાજકુમારની નેટલિક્સ સાથેની આ ત્રીજી ફિલ્મ રહેશે. જ્યારે સીરિઝ ‘લીલા પછી નેટલિક્સ સાથેનું હુમાનું આ બીજું કોલોબ્રેશન છે. ‘મોનિકા, ઓ માય ડાર્લિંગ અત્યારે પ્રિ-પ્રોડક્શનની સ્ટેજમાં છે અને આ વર્ષે એપ્રિલથી એના માટે શૂટિંગ શરૂ થશે.