રાજકોટના ગોંડલમાં સૌથી વધુ પોણા ત્રણ ઈંચ વરસાદૃ

રાજકોટ,
રાજ્યમાં ચોમાસાને સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે. ત્યારે હજુ પણ મેઘમહેર જારી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદૃ રાજકોટના ગોંડલમાં ૨.૭૨ ઈંચ પડ્યો છે. જો કે રાજ્યના અન્ય જિલ્લામાં વધુમાં વધુ ૧૫ મિમિ વરસાદૃ પડ્યો છે. રાજ્યના ૧૧ જિલ્લાના ૩૫ તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. રાજ્યના ૧૯ તાલુકામાં ૫ મિમિથી ૧૫ મિમિ સુધી વરસાદૃ પડ્યો છે.
જેમાં ઝાલોદૃમાં ૧૫ મિમિ, કડાણામાં ૧૩ મિમિ, જ્યારે ગરબાડા, કાલાવડ, લાલપુર અને ખેડબ્રહ્મામાં ૧૦-૧૦ મિમિ, સંતરામપુરમાં ૮ મિમિ, ઉપરાંત ગીર ગઢડા, ભેંસણ, માળીયા અને રાણાવાવમાં ૭ મિમિ, ધ્રોલ અને જામજોધપુરમાં ૬ મિમિ, આ સિવાય ખાંભા, સંજેલી, જોડિયા, મેંદૃરડા અને ચોટીલામાં ૫ મિમિ વરસાદૃ પડ્યો છે.