રાજકોટના તરઘડીયામાં ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ

રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારમાં મીઠાઈ બનાવવામાં ઘીની બનાવટમાં મોટાપાયે ભેળસેળ કરી માનવ જીવનના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની ફરીયાદૃો ઉઠી હતી. આથી કુવાડવા રોડ પર તરઘડીયા ગામ પાસે ઈન્ડસ્ટ્રીયલ એરીયાના કારખાનામાં ડુપ્લિકેટ ઘી બનાવતા હોવાની માહિતીના આધારે ડીસીપી ઝોન ૧ની લોકલ એલસીબી ટીમે દરોડો પાડતા રૂ.૧૩.૧૮ લાખની કિંમતનો ઘીનો જથ્થો મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદૃેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના તરઘડીયા પાસે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કૃષ્ણા ફેટ એન્ડ પ્રોટીન નામના કારખાનામાં ડીસીપી ઝોન ૧ની એલસીબી ટીમે દરોડો પાડી રૂ.૧૩.૧૮ લાખની કિંમતના નાના-મોટા ૧૭૪૧ ડબ્બા ઘીનો જથ્થો કબ્જે કરી પોલીસે કારખાનેદૃાર મુકેશ શીવલાલભાઈ નથવાણીની પૂછપરછ હાથ ધરી છે. આ સાથે પોલીસે કબજે કરેલો ઘીનો જથ્થો પરીક્ષણ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં રિપોર્ટ નેગેટિવ આવ્યે વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે. કારખાનામાં અગાઉ ડિસેમ્બર મહિનામાં પણ પોલીસે દરોડો પાડી ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને એ સમયે રિપોર્ટ બાદ વેપારી મુકેશ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. બાદમાં તેણે તહેવાર નિમિતે ફરી ઘી બનાવવાનું શરૂ કર્યુ હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવતા પોલીસે દરોડો પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.