રાજકોટના ૧૨૯ ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું

રાજયભરમાં ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોના કેસ વધી રહૃાા છે .ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ગામો સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરી રહૃાા છે.ત્યારે રાજકોટ જિલ્લાના ૫૮૯ ગામડા માંથી  ૧૨૯ ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે જે કોરોના અંગે શહેર કરતાં ગામડાના લોકોમાં વધુ જાગૃતતા દર્શાવે છે. આ સાથે જ હવે ગામડાના લોકોમાં વેકસીનેશન પણ વધારવામાં આવ્યું છે. જેને લઈને ગામડાઓમાં પણ લોકો વધુને વધુ વેક્સિન લઈ રહૃાા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાની સાંકળ તોડવા શહેરો  ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન,જસદૃણ, ઉપલેટા, ફલ્લા, આંકોલવાડી, વિંછીયા, શહેર  ગામમાં પણ  નિયત સમયનાં જનતા કર્યુ.

ગુજરાતમાં પણ કોરોના મહામારી બેકાબૂ બની ગઇ છે ત્યારે સરકારે તો લોકડાઉનનો નિર્ણય નહીં લેતાં હવે સૌરાષ્ટ્રમાં ભારે ગભરાટનાં માહોલ વચ્ચે કોરોનાની સાંકળ તોડવા સંખ્યાબંધ શહેરો  ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન લાગુ થવા લાગ્યા  ત્યારે શહેરના લોકો કરતાં ગામડાના લોકોમાં વધુ જાગૃતતા છે. જેને લઈને જ ગામડાઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ આવ્યા છે. ત્યારે  રાજકોટ જિલ્લાના ૫૮૯ ગામડા માંથી ૧૨૯ ગામડાઓમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને એ પણ સ્વૈચ્છિક. જે સાબિત કરે છે, કોરોના અંગે શહેર કરતાં ગામડાના લોકોમાં વધુ જાગૃતતા છે. આ સાથે જ હવે ગામડાના લોકોમાં વેકસીનેશન પણ વધારવામાં આવ્યું છે. જેને લઈને ગામડાઓમાં પણ લોકો વધુને વધુ વેક્સિન લઈ રહૃાા છે.