રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનું ડાંગરને અસામાજીક પ્રવૃતિ બદલ પાસા હેઠળ ભુજ (પાલરા)ની જેલમાં ધકેેલાઇ

અમરેલી,અમરેલી જીલ્લાના સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં શીવરાજ ઉર્ફે મુન્નો રામકુભાઇ વિંછીયા રહે. રબારીકા વિરૂધ્ધ ગુન્હો રજીસ્ટર થયેલ હોય જેની તપાસ મહિલા પી.એસ.આઇ. એ.પી.ડોડીયા કરતા હોય તે તપાસમા વિલંબ કરાવવાના ઉદેશ સાથે પી.એસ.આઇ. ડોડીયાની કાર્યવાહીમા ઇરાદા પુર્વક વિક્ષેપ કરવાના તથા મહિલા પોલીસ અધિકારીની માનહાનિ થાય તેવા ઇરાદાથી આરોપી શીવરાજની મિત્ર અને રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગરએ બિભત્સ શબ્દોના ઉચ્ચારણ સાથે અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવા ઉશ્કેરણીજનક શબ્દોનો ઉપયોગ કરી જાહેર સુલેહ શાંતીનો ભંગ થાય તેવો વિડીયો બનાવી અલગ- અલગ સોશ્યલ મિડીયાના માધ્યમથી વાયરલ કરેલ હતો. જે અંગે પી.એસ.આઇ. શ્રી ડોડીયાએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવેલ હતો. અને આ વિડીયો વાયરલ કર્યાના 48 કલાક જેટલા સમયમાં જ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી.નિર્લિપ્ત રાયના માર્ગદર્શન તળે અમરેલી એલ.સી.બી. દ્વારા સોનુ ડાંગરને રાજસ્થાનના ઉદયપુરથી શોધી કાઢવામા આવેલ અને ગુન્હા માં ધરપકડ કરી કોર્ટમાં રજુ કરાતાં કોર્ટ દ્વારા સોનુ ડાંગરને જ્યુડિશ્યલ કસ્ટોડીમાં મોકલી આપવામાં આવેલ હતી. અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્તં રાય સાહેબ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં બાધારૂપ બનતા શખ્સોે સામે કડક હાથે કાર્યવાહી કરવા અને ગુન્હેસગારોને કાયદાનું ભાન થાય તે માટે તેમના વિરૂધ્ધ પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વાયે અમરેલી એલ.સી.બી ઈન્ચાર્જ પો.ઇન્સા. આર.કે.કરમટા દ્વારા સોનલ ઉર્ફે સોનુ ઉર્ફે ઉષા ચંદુભાઇ ડાંગર રહે. અક્ષરનગર-4, ગાંધીગ્રામ, બાલમુકુંદ ડેરી પાસે, રાજકોટ શહેર વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્તઉ તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જીલ્લાટ મેજીસ્ટ્રે ટશ્રી અમરેલીનાઓ તરફ મોકલી આપેલ.આવા તકરારી સ્વ ભાવના અને અસામાજીક પ્રવૃતિ કરતા વ્યક્તિની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં અમરેલી જીલ્લાી મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓક સોનુ ડાંગર વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યુન કરતાં પોલીસ અધિક્ષકશ્રીની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સવ.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરીેએ સોનુ ડાંગરને અમરેલી જીલ્લા જેલમાં પાસા વોરંટની બજવણી કરી, પાલરા (ભુજ) ખાસ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે. ગુન્હાહિત ઇતિહાસ :- સોનુ ડાંગર વિરૂધ્ધમાં અગાઉ રાજકોટ શહેર, ગીર સોમનાથ, જુનાગઢ, અમદાવાદ, અમરેલી વિગેરે જગ્યાએ મળી અલગ- અલગ પોલીસ સ્ટેશનનોમાં આશરે – 20 જેટલા ગંભીર ગુન્હાઓ દાખલ થયેલ છે. જેમાં ખુન, ખુનની કોશીષ, ગેરકાયદેસરના હથિયારના, મારામારીના, ધમકી આપવાના, અપહરણ, ખંડણી ઉઘરાવવાના, ધાર્મિક લાગણી દુભાવવાના, નશાબંધી ધારા ભંગના ગુન્હાઓનો સમાવેશ થાય છે. આમ, કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ બનતા અને અસામાજીક પ્રવૃતિ કરનાર સામે પાસા તળે કાર્યવાહી કરી જેલ હવાલે કરી, આવી અસામાજીક પ્રવૃતિ કરતાં શખ્સો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.