રાજકોટનું પ્રદ્યુમ્ન પાર્ક પ્રાણી સંગ્રહાલયનું પક્ષીઘર આજથી બંધ રહેશે

રાજકોટનું પ્રદ્યુમ્ન પાર્ક પ્રાણી સંગ્રહાલયનું પક્ષીઘર આજથી બંધ રહેશે. બર્ડલુ સામે આગમચેતીના પગલાંરૂપે આજથી પક્ષીઘર મુલાકાતીઓ માટે બંધ કરાયું. પ્રદ્યુમ્ન પાર્ક પ્રાણી સંગ્રહાલયનું પક્ષીઘર આજથી બંધ રહેશે. ઝૂ દ્વારા પક્ષીઘરની અંદર જ નહીં પણ બહારના પક્ષી પર પણ નજર રખાશે. ઝૂની આસપાસ બે તળાવ છે જેમાં પણ મોટી સંખ્યામાં પક્ષીઓ વસવાટ કરે છે. આ ઉપરાંત ઝૂની અંદર પણ અલગ અલગ પ્રજાતિઓના ૨૪૦ જેટલા પક્ષી રાખવામાં આવ્યા છે.