રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં તહેવારોનો માહોલ જામી ગયો છે પરંતુ ચાલુ વર્ષે તહેવારોની ઉજવણી ફીકી પડી ગઈ હોય તેવું લાગી રહૃાું છે. કારણ કે આ વર્ષે સમગ્ર ગુજરાતભરમાં લોકમેળા, ધાર્મિક મેળાવડા સહિતના કાર્યક્રમો બંધ છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો જે રાજકોટમાં યોજાતો હોય છે તે પણ આ વર્ષે કોરોના મહામારીના કારણે બંધ રાખવામાં આવ્યો છે.
બીજી તરફ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા તેમજ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિૃત અગ્રવાલ દ્વારા રાજકોટ શહેરના જાહેર સ્થળો પર તહેવારો અંતર્ગત ફરવા પર પાબંદી લાદવામાં આવી છે.
ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજકોટના ઈશ્ર્વરીયા પાર્ક, આજી ડેમ, ન્યારી ડેમ, અટલ સરોવર સહિતના સ્થળો પર ફરવા પર પાબંધી લાદવામાં આવી છે. તો બીજી તરફ રાજકોટ જિલ્લામાં પણ કલેકટર રેમ્યા મોહન દ્વારા જાહેર સ્થળો પર લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમાં પણ ખાસ કરીને ઉપલેટા પાસે આવેલો ઓસમ ડુંગર કે, જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટતી હોય છે ત્યાં પણ પાબંધી લાદવામાં આવી છે.
ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશથી રાજકોટ શહેરના તમામ જાહેર સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે પણ લોકો જાહેર સ્થળ પર પોતાના પરિવાર સાથે ફરવા જઈ રહૃાા છે તેમને તે જાહેર સ્થળ પર જ અટકાવી પરત ફરવા માટેની ફરજ પણ પાડવામાં આવી રહી છે.