અમરેલી,
ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ મેળવનાર કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કેન્દ્રીયમંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલાની ઉપસ્થિતિમાં હેલ્પલાઇન સાથે હરતા ફરતા દવાખાના, અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સેવાથી હજારો અબોલ પશુપક્ષીઓને રાહત થશે ભારત સરકાર દ્વારા એવોર્ડ વિજેતા સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પશુપક્ષીઓ માટે હરતુ ફરતુ દવાખાનુ અને અન્નક્ષેત્રએ અનેરી સેવાની આહલેક જગાવી છે માત્ર માણસ જ નહિં પણ પશુ પક્ષીઓ પ્રત્યે પણ પોતાની સંવેદના વ્યકત કરતી સંસ્થાએ એવોર્ડ મેળવી ગોૈરવ વધાર્યુ છે.સમગ્ર રાજયમાં એકમાત્ર હરતા ફરતા અન્નક્ષેત્રને દવાખાનાની વિનામુલ્યે વ્યવસ્થા કરૂણા ટ્રસ્ટ ચલાવે છે.તેને શ્રી પરસોતમભાઇ રૂપાલાએ બિરદાવી શુભકામનાઓ પાઠવી હતી.