રાજકોટમાં ૬ લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે બપોર સુધીમાં ૧૫ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી કુલ કેસની સંખ્યા ૯ હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ૪૪૩ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં સોમવારે ૬૭ દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કોરોનાના કેસ ફરી વધી રહૃાાં હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. સોમવારે શહેરમાં ૫૯ અને ગ્રામ્યમાં ૩૧ સહિત નવા ૯૦ કેસ નોંધાયા હતા. ૪ દિવસ પહેલા ૨૨૦૦ કરતા વધુ બેડ ખાલી હતા.
સોમવાર સવાર સુધીમાં ૨૧૮૪ બેડ ખાલી હોવાનું તંત્રે જાહેર કર્યુ છે. તંત્રના ચોપડે શહેરના ૯૧૦૭ અને ગ્રામ્ય વિસ્તારના ૪૨૨૬ સહિત રાજકોટ જિલ્લામાં કુલ ૧૩૩૦૦ને પાર કેસ નોંધાયા છે. છેલ્લા બે દિવસથી તેમાં અચાનક જ ઉછાળો આવ્યો છે ત્યારે તહેવારો દરમિયાન લોકો વધુ સતર્ક નહીં રહે તો નવા ગુજરાતી વર્ષમાં કેસની સંખ્યા વધશે.