રાજકોટમાં કોરોનાના વધુ ૧૭ પોઝિટિવ કેસ અને વધુ ૪લોકોના મોત

રાજકોટમાં ૨૪ કલાકમાં ૪ના મોત થયા છે. જ્યારે ૧૭ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી કુલ કેસની સંખ્યા ૮૫૫૩ પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ૪૯૩ દર્દીસારવાર હેઠળ છે. રાજકોટમાં શુક્રવારે ૬૮ દર્દીકોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મનપા કોરોના સંક્રમણ ઘટાડવા માટે ૨૨ સંજીવની રથ, ૫૦ ધન્વંતરી રથ અને ૩૬ કોરોના ટેસ્ટિંગ વાહન શહેરમાં કાર્યરત કર્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાએ શુક્રવારે યુનિવર્સિટી રોડ વિમલનગર, ઢેબર રોડ નારાયણનગર, ૧૫૦ ફૂટ રીંગ રોડ કિડવાઇનગર, ગોંડલ રોડ અંબાજી કડવા પ્લોટ, કોઠારિયા રોડ સુમંગલ પાર્ક, જયપ્રકાશનગર ભગવતીપરા, જસાણી પાર્ક ૧ એરપોર્ટ રોડ, બજરંગવાડી વિસ્તારમાં કોરોના કેસ વધતા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યો છે. જેના પગલે આ વિસ્તારમાં રહેતા લોકો પર નિયંત્રણ મૂકવામાં આવ્યા છે. કોરોનાની સામેની લડાઈમાં વેક્સિનની આશા ઉજળી બની રહી છે તેથી જ સરકારે વૅક્સિનેશન માટે તૈયારીઓ શરૂ કરી છે જે પૈકી સૌથી પહેલા કોરોના વોરિયર્સ એટલે કે કોરોના વાઇરસ સામે સૌથી પહેલા લડનારા મેડિકલ સ્ટાફ, તબીબો, હોસ્પિટલના સફાઈ કર્મી સહિતનાને વેક્સિન અપાશે તેવી યાદી બનાવાઈ છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા જ સરકારમાંથી સૂચના આવી હતી તે મુજબ લિસ્ટ બની રહૃાું છે અને હજુ પણ તેમા નામો ઉમેરાશે. ૭૦૦૦થી વધુ સરકારી સ્ટાફ, જ્યારે ૨૦૦૦ ખાનગી હોસ્પિટલના સ્ટાફ સહિત કુલ ૯૦૦૦ના નામ છે હજુ તેમાં ઉમેરો ચાલી રહૃાો છે. આ અંગે ગુરુવારે વીડિયો કોન્ફરન્સ પણ કરાઈ હતી.