રાજકોટમાં રાત્રિ કરયૂનો ભંગ કરનારા ૩ દિવસમાં નોંધ્યા ૮૨૦ કેસ

રાજકોટ,
શહેરમાં ૨૧થી ૨૩ નવેમ્બર ત્રણ દિવસ રાત્રિ કરયૂ દૃરમિયાન પોલીસે ૮૨૦ કેસ નોંધ્યા છે. પોલીસે જાહેરનામાનો ભંગ, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ તેમજ વાહન ચેિંકગ અને વાહન ડિટેઈન જેવા ૮૨૦ જેટલા પોલીસ કેસ નોંધ્યા છે. જાહેરનામાના ભંગના ૩૪૯, સોશિયલ ડિસ્ટન્સના ભંગના ૧૯૨ કેસ, વાહન ચેિંકગ અને વાહન ડિટેઈનના ૨૩૪ પોલીસ કેસ નોંધાયા છે. રાજકોટમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો થાય તે માટે પોલીસ સતત એક્ટિવ થઈ છે અને કરયૂનો ચુસ્તપણે પાલન કરાવી રહી છે.
રાજકોટમાં રાત્રિ દૃરમિયાન પોલીસ, એસઆરપી, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો ખડેપગે ફરજ બજાવી રહૃાા છે, ત્યારે રાજકોટ પોલીસના અધિકારીઓ દ્વારા રાત્રિ દરમિયાન ફરજ બજાવતા જવાનો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આ સાથે જ કરયૂ દરમિયાન રાજકોટવાસીને કોઈ તકલીફ કે મૂશ્કેલી ઊભી થાય તો તેના માટે વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ૮૩૨૦૯૬૫૬૦૬ વોટ્સએપ નંબર જાહેર કરાયો છે અને મદૃદૃ માટે આ નંબરનો સંપર્ક કરવાનું પ્રજાને અપીલ કરવામાં આવી છે.