રાજકોટમાં વિપક્ષનેતા પરેશ ધાનાણીનાં ભાજપ પર સીધા પ્રહાર

અમરેલી,પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ અને ગેસ સિલિન્ડરમાં સતત ભાવ વધતા જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. વિતેલા વર્ષોમાં પરિવહન માટે બસના ભાડા સતત વધ્યા છે, ખાલી રાજકોટ શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 85થી 87 રૂપિયા પહોંચી ગયો છે. ગેસના ભાવ વધી ગયા છે, ગેસના ભાવ શું કરવા આટલા ચૂકવવા પડી રહ્યાં છે. સરકાર પાસે તેનો કોઈ જવાબ નથી. ભાજપ સરકારે ગરીબ ને બાટલામાં પૂરી ફસાવ્યા.ભાજપના ઇશારે પોલીસ કામ કરે છે.માસ્કના નામે સવા સો કરોડનો દંડ ગુજરાતની જનતા પાસેથી વસૂલતા જનતા સરકારને જાકારો આપશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ભાજપના શાસનમાં આરોગ્યની હાલત કથળી છે. યુવાનો રોજગાર માટે ભટકી રહ્યાં છે. દિવસ ઉગતાની સાથે જ 10 હજાર યુવાનો નોકરી ગુમાવી રહ્યાં છે, તેનો ભાજપ જવાબ આપે.જીએસટીને કારણે નાના અને મધ્યમ વર્ગીય વેપારીઓને લૂંટી રહ્યાં છે. મોંઘવારીને કારણે આજે લોકો પર દેવાનો બોજ વધી રહ્યો છે.શિક્ષણનું ભાજપ શાસનમાં વ્યાપારિકરણ થાય છે. એ જ કારણથી આજે શિક્ષણ મોંઘુ થઇ રહ્યું છે. સરકારી શાળા બંધ થઇ રહી છે. અને ખાનગી શિક્ષણ તરફ લોકો જઈ રહ્યાં છે. મધ્યમ વર્ગના બાળકો ખાનગી શાળામાં અભ્યાસ કરે છે એ ફી પણ તેમને પરવડે તેવી નથી. કોરોનાની મહામારી આવી ત્યારે સરકાર પાસે ખાટલા નહોતા. ખાનગી હોસ્પિટલમાં, સરકારી હોસ્ટેલમાં વ્યસ્થા કરી આ ક્યાં પ્રકારનું આયોજન છે? અને આટઆટલું કર્યા પછી પણ કોરોના તો બેકાબૂ જ રહ્યો. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ગટરો અનેક વિસ્તારમાં ઉભરાય છે, સ્વસ્છતાની વાતો થાય છે સ્વસ્છતા થતી નથી.