રાજકોટમાં સિંહ ત્રિપુટીએ છેલ્લા એક મહિનામાં ૩૫થી વધુ પશુના મારણ કર્યા

  • નાના ભાયાસરમાં સિંહે મારણ કરી મીજબાની માણી

 

રાજકોટ જિલ્લામાં સિંહ ત્રિપુટીએ છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી અિંડગો જમાવ્યો છે. ગત રાતે આ સિંહ નાના ભાયસર ગામમાં જોવા મળ્યાં હતા. જ્યાં સિંહોએ મારણ કરી મીજબાની માણી હતી. સિંહ ત્રિપુટીએ છેલ્લા એક મહિનામાં ૩૫થી વધુ પશુના મારણ કર્યા છે. જેને લઈને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ખેતર જવા માટે પણ ડરી રહૃાાં છે.

ગોંડલ આસપાસના નાના ભાયાસર, રાજપરા, નારણકા સહિતના ગામોમાં સિંહોએ લાંબા સમયથી ધામા નાખ્યા હતા. ભાયાસર, પડવલા અને છેક શાપર-વેરાવળ સુધી પણ મારણ કરી મીજબાની માણી ચૂક્યા છે. ત્યારે મોડી રાત્રિના સમયે નાના ભાયાસર ગામની સીમમાં સિંહ ત્રિપુટીમાંથી એક સિંહ મીજબાની માણતો જોવા મળ્યા હતાં. તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સિંહોના આગમનથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહૃાો છે.

સિંહ સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે રાત્રિસભા કરવામાં આવી હતી. આ સાથે જ પત્રિકા પણ ખેડૂતોને આપવામાં આવી હતી. જેમાં સિંહ સામે કેવી રીતે રક્ષણ મેળવવું અને સિંહને હેરાન કરનાર લોકો સામે કેવા કેવા પગલા લઈ શકાઈ તે કાયદાઓનો ઉલ્લેખ પત્રિકામાં કરવીમાં આવ્યો હતો.