રાજકોટમાં ૩૫૦૦ બેડની કોવિડ હોસ્પિટલ બનશે: રૂપાણી

  • કોરોનાની પરિસ્થિતિ નહિ સુધરે તો નવરાત્રિ નહિ થાય

    રાજકોટ,
    સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં કોરોના વાયરસનાં સંક્રમણના કેસ વધવાને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા છે. કલેક્ટર કચેરીમાં કોરોનાની મહામારી અંગે કલેક્ટર, કમિશનર, કે.કૈલાશનાથન, અનિલ મુકિમ, જયંતિ રવિ, સાંસદ રમેશ ધડુક સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે. અહીં સીએમ વિજય રૂપાણીએ મીડિયા સાથેન વાતચીતમાં મહત્વની વાત જણાવી છે. તેમણે કહૃાું કે, રાજકોટમાં ૩૫૦૦ બેડની કોવિડ બેડની વ્યવસ્થા કરવામાં આવશે. સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે,કોવિડ મામલે અન્ય રાજ્યો કરતા ગુજરાતની સ્થિતિ સારી છે. રાજ્યમાં પહેલા સાત ટકા મૃત્યુદર હતો જેનો ચાર ટકા થયો છે.
    રિકવરી રેટ પણ વધીને ૭૪ ટકા થયો છે. ગુજરાત દૃેશમાં કોરોનાની સ્થિતિમાં ૧૨માં નંબરે આવી ગયુ છે. અમદાવાદની ચર્ચા આખા દૃેશમાં થઇ રહી છે. સુપ્રીમકોર્ટે પણ કોરનાનું ગુજરાત મોડલ વખાણ્યું છે. સીએમ રૂપાણીએ રાજકોટવાસીઓને વધુમાં જણાવ્યું કે, રાજકોટવાસીઓ ચિંતા ન કરે અહીં કોવિડનાં દર્દીઓ માટે ૩૫૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં કોવિડ દર્દીઓ રાજકોટમાં આવે છે. આ સાથે રાજકોટમાં કાલથી ડબલ ટેસ્ટ કરવામાં આવે. જેથી વધુ લોકો સંક્રમિન ન થાય. નોંધનીય છે કે, અમદાવાદમાં ૧૫૦૦ બેડની હૉસ્પિટલ છે. મહત્વનું છે કે, રાજકોટ શહેરના ત્રણ ધારાસભ્યો મિટિંગમાં હાજર રહૃાા હતા.
    ધારાસભ્યો સાથે રાજકોટ શહેરની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ત્રણ ધારાસભ્યોમાં ગોવિંદ પટેલ, લાખા સાગઠિયા અને અરિંવદ રૈયાણીએ બેઠકમાં હાજરી આપી હતી. આ સાથે ઝ્રસ્ રૂપાણીના આગમન પહેલા જ આજે રાજકોટમાં કોરનાથી ૯ લોકોના મોત નિપજ્યા છે. બીજી તરફ જિલ્લા કલેક્ટર કચેરીમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. મોતના આંકડામાં જોવા મળતી વિસંગતતા અંગે મુખ્યમંત્રીએ જવાબ માગ્યો છે.