રાજકોટ જિલ્લાના ૫૯૫ ગામમાં વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરાશે

રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારીઓને નુકસાનીના સર્વેની કામગીરી કરવાનો આદૃેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આદૃેશ બાદ રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીઓ દ્વારા જિલ્લાના ૫૯૫ ગામોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. એસડીઆરએફ મુજબ રાજકોટ જિલ્લાના અધિકારીઓ દ્વારા અલગ અલગ ગામોમાં જઈને ખેતીવાડી અધિકારીઓ, ગામના સરપંચો, આગેવાનો અને બાગાયત વિભાગના અધિકારીઓને સાથે રાખીને સર્વે કરવામાં આવશે. મહત્વનું છે કે વરસાદના કારણે મોટા ભાગના ખેડૂતોના પાકને નુકસાન થયું છે. જેથી ૩૨ ટીમ બનાવીને સરકાર દ્વારા સર્વે કરવામાં આવશે.
એક મહિનાથી રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદને લઈને મોટાભાગના પાકોમાં નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકારના આદૃેશ બાદ જિલ્લા ખેતીવાડી અધિકારીઓ દ્વારા તાબડતોડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેડૂતોની પણ માંગ હતી કે તાત્કાલિક રાજ્ય સરકાર એસડીઆરએફ મુજબ સર્વેની કામગીરી કરવામાં આવે તો ખેડૂતોને સહાય મળી શકે. કેમ કે મોટાભાગના તાલુકાઓમાં સતત વરસાદૃના કારણે કપાસ, મગફળી, તલ, ડુંગળી અને કઠોળના પાકને તથા શાકભાજીના પાકને નુકસાન થયું છે. રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અલગ-અલગ તાલુકાઓમાં ૩૨ જેટલી ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.