રાજકોટ ડેઇલી સર્વિસ બસ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી શ્રી રૂપાણીનું પાઘડી પહેરાવીને સન્માન કર્યું

કોરોનાના કપરાકાળમાં બે તબક્કામાં નવ મહિના અંદાજિત 600 કરોડનો ટેક્સ માફ કરવાના સંવેદનશીલ નિર્ણયથી ટુર એન્ડ ટ્રાવેલ્સ 
ઓપરેટરોને રાહત: પ્રમુખ શ્રી દશરથભાઈ વાળા સહિતના આગેવાનોના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીનું સન્માન કરી બિરદાવ્યા
રાજકોટ,રાજકોટ ડેઇલી સર્વિસ બસ ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ શ્રી દશરથભાઈ વાળની આગેવાનીમાં સૌરાષ્ટ્ર વતી ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રતિનિધિ મંડળે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નું પાધડી પેહરાવીને  સન્માન કરવામાં આવ્યું હતું. કોરોનાના કપરા સમયમાં બે તબક્કામાં મુખ્યમંત્રી શ્રી એ ટુર એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટરોની ગાડી પાટે ચડાવવા માટે બે તબક્કામાં નવ મહિનાનો  ટેક્સ માફીનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવતા ખાનગી બસના સંચાલકોએ રાહત અનુભવી છે. સરકારના આ સંવેદનશીલ નિર્ણય બદલ મુખ્યમંત્રી શ્રી નું સન્માન કરવામાં આવ્યું હતું.લોકડાઉન દરમિયાન તમામ ધંધા-રોજગારને મોટો આર્થિક ફટકો પડ્યો છે ત્યારે ખાસ કરીને ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટરો અને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આ સ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ટ્રાવેલ્સ એસોસિયેશનની રજૂઆતોને ધ્યાને લઇ તેમની તરફેણમાં સંવેદનશીલ નિર્ણય લઇ વર્ષ 2020 અને 2021 દરમિયાન અલગ-અલગ બે તબક્કામાં નવ મહિનાનો એટલે કે અંદાજિત 600 કરોડનો ટેક્સ માફ કરી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટરોની ગાડી પાટે ચડાવવાનું જે સરાહનીય પગલું ભર્યું છે. તે બદલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વ્યવસાય સાથે જોડાયેલા તમામ રાહતની લાગણી અનુભવી રહ્યા છે.રાજકોટ ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ શ્રી અને રાજકોટના વોર્ડ નંબર 2 ના મહામંત્રી શ્રી દશરથભાઈ વાળાની આગેવાનીમાં એસોસિએશનના પ્રતિનિધિમંડળે ગાંધીનગર જઇ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પાધડી પહેરાવી તેમનું સન્માન કર્યું હતું. ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા તાજેતરમાં કરફયૂમાં રાહત અપાયા બાદ રાત્રીના એસટી બસોને શહેરમાં આવવા માટેની પરવાનગી અપાઇ હતી તે પ્રકારની પરવાનગી ખાનગી બસોને પણ આપવામાં આવે તેવી રજૂઆત થોડા દિવસો પૂર્વે  કરવામાં આવી હતી. આ રજૂઆતને પણ મુખ્યમંત્રીએ સ્વીકારી લઇ ખાનગી બસોને શહેરમાં પ્રવેશવા માટેની છૂટ આપી હતી. ત્યારે મુખ્યમંત્રી શ્રી ના આ નિર્ણયને પણ આવકાર્યો છે.
મુખ્યમંત્રી શ્રી ને રજૂઆત કરવા માટે રાજકોટના પ્રદેશ અધિયક્ષ શ્રી અને સુરેન્દ્રનગર જિલ્લા ના પ્રભારી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ અને વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર અને રાજકોટ કોર્પોરેશનના સ્ટેન્ડીગ કમિટીના સભ્ય શ્રી મનીષભાઈ રાડીયાનો પણ સકારાત્મક સહકાર સાપડ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ના કરાયેલા સન્માન સમયે ઉપસ્થિત રહિયા હતા શ્રી મનીષભાઈ રાડિયા હતા અને એસોસિએશનના પ્રમુખ શ્રી દશરથભાઈ વાળા ઉપરાંત અન્ય હોદ્દેદારો જેમાં ઉપપ્રમુખ શ્રી સિધ્ધરાજ સિંહ ચૌહાણ,  મહામંત્રી શ્રી હાર્દિકભાઈ બાવળીયા,  મંત્રી શ્રી દિવ્યેશભાઈ ચોલેરા અને ખજાનચી શ્રી ભાવેશભાઈ કનેરિયા સહિતના સાથે રહ્યા હતા.