રાજકોટ તાલુકામાં ૩ સિંહે અત્યાર સુધીમાં ૨૦ જેટલાં પશુનું મારણ કર્યું

રાજકોટ તાલુકાના સરધાર, પાડાસણ, લોથળા, ભયાસર અને કથરોટા વિસ્તારોમાં ૩ સિંહે દેખા દેતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહૃાો છે. આ સિંહોએ અત્યારસુધીમાં ૨૦ જેટલાં પશુનું મારણ કર્યું છે, જેથી માલધારીઓ અને ખેડૂતો વાડી વિસ્તારમાં જવા માટે ભય અનુભવી રહૃાા છે. સિંહોનું છેલ્લું લોકેશન ભાયસર ગામની સીમમાં જોવા મળ્યું હતું. રાજકોટ તાલુકાના ઉમેરાળી, હલેન્ડા, ડુંગરપુર, ખારચિયા, મકનપર, સરધાર, વડાળી, લોથળા ભાયાસર, કાથરોટા, પાડાસણ અને ખોખલડળ સહિતનાં ગામડાંમાં સાવજો ફરી રહૃાા છે, જેથી સ્થાનિકોમાં ભય જોવા મળી રહૃાો છે.
લોથળા અને ભાયસર ગામમાં સિંહોએ ત્રણ પશુનું મારણ કર્યું છે. જ્યારે અત્યારસુધીમાં આ સિંહોએ ૨૦ જેટલાં પશુનું મારણ કરી મિજબાની માણી છે. થોડા દિવસ પહેલાં સિંહનો વિડિયો પણ વાઇરલ થયો હતો. ગોંડલ થઈને એક માદા અને બે નર સિંહ રાજકોટ તાલુકામાં ચડી આવ્યા હોવાની માહિતી મળી છે. જોકે સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતાં વન વિભાગની ટીમ સિંહો પર ખાસ નજર રાખી રહી છે.