રાજકોટ પડવલાની સીમમાં સિંહ જોવા મળતા ગામના લોકોમાં ભયનો માહોલ

રાજકોટના સરધારમાં સિંહના ધામાના કારણે ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. નોંધનીય છે કે સરધારમાં ૨૫ દિવસથી સિંહના આંટાફેરા વધ્યા છે. પડવલાની સીમમાં સિંહ જોવા મળતા ગામના લોકોમાં ભયનો માહોલ છે. તો બીજી તરફ વન વિભાગની ટીમ સિંહને સતત ટ્રેક કરી રહી છે.